ઈન્દોર અને પુનાના બળાત્કાર અને હત્યાના બે કેસોમાં રાષ્ટ્રપતિ દ્વારા ઠોસ નિર્ણય
બળાત્કાર અને હત્યા કેસોમાં એક મહિના અગાઉ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને કરવામાં આવેલી દયાની અરજીને તેમણે ફગાવી છે અને બે આરોપીઓને ફાંસીની સજા કાયમ રાખવા આદેશ આપ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો પ્રમાણે ચાર વર્ષની બાળકી સાથે ઇંદોરમાં થયેલ બળાત્કાર અને હત્યાના કેસમાં સૌ પ્રથમ ૨૦૧૨માં આ કેસ દાખલ થયો હતો. અને અન્ય એક કેસમાં આરોપી દ્વારા પુનામાં ટેકિસ ડ્રાઇવર દ્વારા આજ પ્રકારે બળાત્કારની ઘટના ઘટી હતી. આ બન્ને કેસોમાં રાષ્ટ્રપતિને આરોપીઓ માટેની દયાની અરજીઓ રવાના કરવામાં આવી હતી.
ઇન્દોર કેસના આરોપીઓ બાબુ ઇલ્યાસ ઉર્ફે કેતન (ઉ.વ.રર ગુના સમયે) જીતેન્દ્ર ઇલ્યાસ ઉર્ફે જીતુ (ઉ.વ.૨૦) અને દેવેન્દ્ર ઇલ્યાસ ઉર્ફે સન્ની (ઉ.વ.૨૨) ને ચાર વર્ષની બાળકી સાથે બળાત્કાર, અપહરણ અને હત્યા કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેથી સાથે થયેલા જાતિગત ગુનામાં તેઓ દ્વારા પુરાવાઓ નાશ કરી બાળકીની લાશને ગટરમાં ફેંકી દેવામાં આવી હતી.
પુનાના આ કેસમાં આરોપીએ પુ‚ષોતમ દશરથ બોરટે અને પ્રદીપ યશવન્ટ કોકડેને ૨૦૦૭માં રર વર્ષની વિપ્રો કંપનીમાં નોકરી કરતી છોકરીની હત્યામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આ બન્ને કેસના આરોપીઓને ફાંસીની સજા બાદ રાષ્ટ્રપતિ મુખર્જીને દયાની અરજીને કર્યા બાદ તેમના દ્વારા અરજી ફગાવવામાં આવી હતી. પાંચ વર્ષ દરમ્યાન ૨૬-૧૧ મુંબઇ હુમલાના આરોપી અજમલ કસાબને નવેમ્બર ૨૦૧૨માં તથા ૨૦૦૧ ના પાર્લામેન્ટ પર હુમલાના આરોપીને ૨૦૧૩માં અને ૧૯૯૩ બોમ્બ ધડાકાઓના આરોપી યાકુબ મેમણને જુલાઇ ૨૦૧૫માં ફાંસી આપવામાં આવી હતી.
આ પ્રકારની દયાની અરજી પર રાષ્ટ્રપતિ દ્વારા નિર્ણય માટે કોઇ ચોકકસ સમય હોતો નથી. પ્રતિભા પાટીલ દ્વારા આ પ્રકારની ફાંસી માટે દયાની અરજી માટે કોઇ નિર્ણયો કરવામાં આવ્યા નથી.