બે મહિલા સભ્યોએ રાજીનામાનું નાટક કેમ કર્યુ? સો મણ સવાલ
કેશોદ નગરપાલિકામાં ભાજપનજા કારોબારીના બે સભયોએ રાજીનામું આપ્યાની ચર્ચાથી સ્થાનીક રાજકારણ ગરમી આવી હતી. છેલ્લા ઘણા સમયથી ભાજપ શાસીત નગરપાલિકામાં પ્રમુખ ની રીતરસમથી ભાજપના મોટાભાગના સભ્યો નારાજ છે અને ગત ૧ માર્ચના રોજ બજેટ બેઠક વખતે સામ,દામ દંડ વગેરેથી સભ્યોને વિશ્વાસમાં લઇ બજેટ પાસ કરી લેવાયું હતું. પરંતુ બજેટ પાસના થોડા દિવસો બાદ ભાજપના વોર્ડ નં.૧ર ના મહીલા સદસ્ય મધુબેન કરમટા તથા વોર્ડ નં.૯ સવિતાબેન કુંભાણી એ કારોબારી માંથી રાજીનામુ આપ્યા સમાચારો મીડીયામાં વહેતા થતા સ્થાનીક રાજકારણમાં ધરતી કંપ સર્જાયો હતો ત્યારે આ ઘટના મીડીયા વહેતી થયા બાદ આ બન્ને ભાજપ
ના મહીલા સભ્યોને સાથે રાખી નગરપતિએ અખબારામાં આવેલી વાત વાહીયાત છે અને આ સમાચાર પાયા વિહોણા છે. તેમ જણાવી ભાજપના કોઇપાલિકાના સભ્યોએ પોતાના રાજીનામું આપ્યા નથી ની મીડીયા સામે ચોખવટ કરી હતી પરંતુ ત્યા સુધીમાં ઘોડા તબેલામાંથી છુટી ગયાનો ઘાટ સર્જાય ગયો હતો. ત્યારે ભાજપના બે મહીલાઓએ રાજીનામાનું નાટક શું કામે કર્યુ હશે? તેની પાછળ કારણ શું? જેવી અનેક ચર્ચા દિવસભર ચાલી હતી તો બીજી તરફ આવા નાટક ચાલતા રહેશે તો કાલે બીજી સભ્યો પણ આ હથીયાર ઉગામશે? તેવું જાણકારો કહી રહીયો છે.