રાજકોટ મહાનગરપાલિકામાં સુરક્ષા અધિકારી તરીકે ફરજ બજાવતા ડીવાય.એસ.પી. આર.બી.ઝાલાને તેમની ઉત્કૃષ્ટ અને સર્વોત્તમ કામગીરી બદલ ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૯ ગણતંત્ર દિવસના પ્રસંગે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિપ્રશંસનીય સેવા પોલીસ મેડલ” (પોલીસ મેડલ ફોર મેરીટોરીયર્સ) જાહેર કરેલ છે. આ સમાચાર મળતા જ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ ડીવાય.એસ.પી. આર.બી.ઝાલાને ખુબ ખુબ અભિનંદન પાઠવી હર્ષ વ્યક્ત કર્યો હતો.

પોલીસ ડીપાર્ટમેન્ટમાં અત્યાર સુધીમાં કુલ ૨૭ વર્ષની ફરજ બજાવી ચુકેલા ડીવાય.એસ.પી. આર.બી.ઝાલાને સને:૧૯૯૮માં પી.એસ.આઈ. તરીકે પ્રથમ પોસ્ટિંગ ગોધરા ખાતે મળ્યું હતું. ત્યારબાદ તેઓએ સુરેન્દ્રનગર, કચ્છ ભુજમાં ફરજ બજાવી હતી અને ત્યાંથી પી.આઈ.ના પ્રમોશન સાથે પી.ટી.સી., જુનાગઢમાં પોસ્ટિંગ મેળવ્યું હતું. ત્યાંથી પછી તેઓએ રાજ્ય પોલીસ અનામત દળ, જૂથ૧૩માં ઘંટેશ્વર ખાતે ફરજ બજાવી હતી. આ પછી તા.૨૭૨૦૧૨ના રોજ તેઓએ રાજકોટ મહાનગરપાલિકામાં સુરક્ષા વિભાગના પી.આઈ. તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ તા.૧૫૧૦૨૦૧૫ ના રોજ ડીવાય.એસ.પી.નું પ્રમોશન મેળવી તેઓએ સુરતના વાવ ખાતે ૩૦૨૦૧૭ સુધી ફરજ બજાવી હતી. જ્યારે ત્યારબાદ તા.૨૦૧૭થી તેમણે રાજકોટ મહાનગરપાલિકામાં ડીવાય.એસ.પી. તરીકે સુરક્ષા વિભાગની કમાન ફરી એક વખત સંભાળી હતી અને અત્યારે પણ તેઓ આ પદ પર અહી પોતાની ફરજ બજાવી રહયા છે.

છેલ્લા ૨૧ વર્ષમાં ઉત્કૃષ્ટ પોલીસ સેવા બદલ ડીવાય.એસ.પી. આર.બી.ઝાલાએ કુલ ૯૮ ઇનામ અને ૧૦ પ્રશંસા પત્રો પ્રાપ્ત કર્યા છે. છોટા ઉદેપુર ખાતે તા.૧લી મેં, ૨૦૧૬ ના રોજ ગુજરાત સ્થાપના દિનની રાજ્ય કક્ષાની ઉજવણી દરમ્યાન આર.બી.ઝાલાએ પરેડ કમાન્ડન્ટની ભૂમિકા નિભાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.