પર્યટનને લઈ લોકોને સારામાં સારી સુવિધા મળી રહે માટે શિક્ષણ તેમજ પર્સનાલીટી ડેવલોપમેન્ટ તરફ પ્રયાસો હાથ ધરાશે
સમાજ હોય કે સંસ્થા પરિવર્તન અને આધુનિકરણ જરૂરી: કલ્પેશ સાવલીયા
સૌરાષ્ટ્રની પર્યટનપ્રેમી જનતા દરેક વાર તહેવાર અથવા વિક એન્ડમાં ફરવા જવાનું પસંદ કરે છે ત્યારે વિવિધ સ્થળોની મુલાકાત લેવા માટે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીઓની મહત્વની ભૂમિકા હોય છે. ત્યારે આ વર્ષે સૌરાષ્ટ્ર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સી એન્યુઅલ જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રભરના પર્યટન સાથે સંકળાયેલા એજન્ટો જોડાયા હતા.
આ જનરલ મીટીંગમાં ગત વર્ષના વહિવટો અને આગામી વર્ષના નવા એજન્ડા, કાર્યક્રમો અને વિકાસના ધારાધોરણો અંગેની રૂપરેખા દર્શાવવામાં આવી હતી. આ તકે ‘તાસ’ એટલે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીનાં પ્રમુખપદે રોટેશન પઘ્ધતિ અનુસાર જયેશભાઈ કેશરીયાની વરણી કરવામાં આવી હતી. પર્યટનને લગતી સુવિધાઓ આપતી એજન્સીઓ લોકોના પર્યટનને લગતા સપના પૂર્ણ કરવામાં સહભાગી બને છે.
ઉનાળો નજીક છે ત્યારે કેટલાક પરિવારોએ તો પોતાના પિકનીક પ્લાન્સ બુક પણ કરાવી લીધા છે ત્યારે ટ્રાવેલ એજન્સીની જનરલ સભામાં આગામી વર્ષોના આયોજનો કરવામાં આવ્યા હતા. આ તકે સૌરાષ્ટ્ર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના પૂર્વ પ્રમુખ કલ્પેશ સાવલીયા તેમજ નવનિયુકત પ્રેસીડેન્ટ જયેશભાઈ કેશરીયાએ અબતક સાથે વાતચીત કરી હતી.
સૌરાષ્ટ્ર પ્રેસીડન્ટ ટ્રાવેલ્સ એજન્ટ એસોસીએશનની એજીએમ એટલે કે એન્યુઅલ જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગયા વર્ષનું લેખા જોખા અને જે કાંઈ વહિવટ કરેલો છે કે જે કાર્યક્રમ આપેલો છે એને અનુસંધાને બધા જ સભ્યોને ભેગા કરેલા છે. સાથે-સાથે આવનાર ભવિષ્યમાં અમે શું પ્રોગ્રામ આપવાના, શું ચર્ચા કરવાના એના માટે બોલાવેલા છે અને સાથો સાથ પરીવર્તનને લઈ કે પરીવર્તન દરેક સમાજમાં હોવું જોઈએ એ અનુસંધાને અમે પ્રેસીડન્સમાંથી બીજા પ્રેસીડન્સ બનાવેલા છે અને બીજાને પણ એક મોકો આપીએ છીએ અને અમારા નવા પ્રેસીડન્સ જયેશભાઈ કેશરીયા છે. તેમને નવા પ્રેસીડન્સ તરીકે નિમણુક કર્યા છે.
સહેલાણીઓને શ્રેષ્ઠ સર્વિસ આપવાનો ધ્યેય: જયેશ કેશરીયા
તાસના પ્રેસીડન્સ જયેશ કેશરીયાએ જણાવ્યું કે જે ખાસ તો ટ્રાવેલ્સ એજન્ટ અને ઈન્ડસ્ટ્રીનું એજયુકેશન મળે તેમના પર ખાસ ધ્યાન દોરીએ છીએ અને એજીએમનું એક એવું ગોલ છે કે બીજા પાસેથી જાણકારી લઈને શું જરૂર છે તેવા પ્રોગ્રામ અમે ગોઠવશું જેવા કે પર્સનાલીટી ડેવલોપમેન્ટ, મેલ રાઈટીંગ હોટલોમાં કેવી રીતે વાતચીત કરવી, કસ્ટમર સાથે કેવી રીતે વાતચીત કરવી તમામ બાબતો અમે ધ્યાનમાં લઈને માહિતી આપીશું તેથી લોકોને સારામાં સારી સર્વિસ મળી રહે.
ટ્રાવેલીંગને લગતી લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવીશું: અભિનવ પટેલ
અભિનવ પટેલ કે છેલ્લા ૧ વર્ષથી ટ્રાવેલ એજન્ટ એસોસીએશન એટલે કે તાસમાં સેક્રેટરીની ભૂમિકા ભજવેલ છે અને ૧ વર્ષ પૂર્ણ કરતા એક મીટીંગ કે જે એજીએમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અંદર તાસના બધા જ સભ્યોને આમંત્રિત કર્યા છે અને અત્યારે ગયા વર્ષના જેટલા લેખાજોખા થયા હતા અને જે કાંઈ પણ મુસીબતો હતી તે બધા દ્વારા કહેવામાં આવી અને તેમનું નિવારણ કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને આવતા વર્ષે બધા જ કે જે તાસમાં નથી જોડાયા તેમને અનુરોધ કે તે જોડાય અને અમે જેમાં ડેસ્ટીનેશન (પ્રવાસ)ના સેમીનાર યોજવાના છીએ. બીજુ એ કે અમે ખાસ કરીને હેલ્થ ઈન્સ્યોરન્સ પણ આપવાના છીએ. નવા મેમ્બરને જોડાવવું હોય તો અમે ૧ એપ્રિલ સુધીમાં ફોર્મ સાથે નકકી કરેલી ફી ભરવાની રહેશે. અને પ્રોપર ડોકયુમેન્ટ આપીને જોડાઈ શકો છો.