જામજોધપુર તાલુકાના પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી તે પહેલા ગઈકાલે તાલુકા પંચાયતના બે સદસ્યોના ખોટા લેટરપેડ પર રાજીનામા આવતા અને તે રાજીનામાની ખરાઈ કર્યા વગર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે મંજૂર પણ કરી નાખતા આ બન્ને સદસ્યોએ પોતે ચૂંટણીમાં મતદાન ન કરી શકે તે માટે કાવતરૃ રચાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી તરીકે વર્તમાન ધારાસભ્યના માતા એવા પંચાયત પ્રમુખ અને અન્ય વ્યક્તિઓના નામ અપાયા છે.
જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજવામાં આવી છે ત્યારે જ જામજોધપુર તાલુકા પંચાયતના સદસ્ય ગોવિંદભાઈ મેઘાભાઈ વારગિયા તા મંછાબેન ભીખાભાઈ બાબરિયા નામના બે સભ્યોના રાજીનામા અંગેની અરજીઓ ગઈકાલે તાલુકા પંચાયત કચેરીમાં રજૂ કરવામાં આવી હતી. આ અરજીઓ સાચી છે કે ખોટી? તેવી કોઈપણ પ્રકારની તપાસ કે પૂછપરછ કર્યા વગર જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયાના માતા પ્રતિભાબેન રમેશભાઈ કાલરિયાએ તે રાજીનામા મંજૂર કરી નાખ્યા હતા.
ઉપરોક્ત બાબત બહાર આવતા તાલુકા પંચાયત કચેરીમાં ચકચાર મચી જવા પામી હતી. તાલુકા પંચાયતના સદસ્યો ગોવિંદભાઈ વારગિયા તા મંછાબેન બાબરિયાના રાજીનામા મંજૂર તા આજે યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં સ્વાભાવિક રીતે આ બન્ને સદસ્યો મતદાન ન કરી શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ જતાં આક્રોશ પ્રસર્યો હતો.
આ બાબતની જાણ થયા પછી ગઈકાલે સાંજે મંછાબેન ભીખાભાઈ જામજોધપુર પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. તેઓએ જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિભાબેન કાલરિયા સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ આગામી તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં મંછાબેન મતદાન ન કરી શકે તે માટે રચવામાં આવેલા કાવતરા મુજબ ખોટા લેટરપેડ પર મંછાબેનનું રાજીનામું તૈયાર કરી તેને અરજી સ્વરરૂપે રજૂ કરી દેવાતા પ્રતિભાબેને તેની ખરાઈ કર્યા વગર રાજીનામું મંજૂર કરી નાંખ્યું છે. ત્યાર પછી અન્ય સદસ્ય ગોવિંદભાઈ મેઘાભાઈએ પણ આ જ મુદ્દા પર બીજી ફરિયાદ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે જેમાં આરોપી તરીકે પ્રતિભાબેન કાલરિયા તા અન્ય જે નામ ખૂલે તેની સામે રાવ કરી છે. પીએસઆઈ જે.ડી. પરમારે બન્ને ફરિયાદો આઈપીસી ૪૬૫, ૪૭૧ હેઠળ નોંધી છે. ઉલ્લેખનીય છે કે, પ્રતિભાબેન હાલના જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયાના માતા થાય છે.