ગઇકાલે ધ્રાગધ્રા નગરપાલિકામા અઢી વષઁ સામાન્ય પ્રમુખની સીટ બાદ ફરીથી પ્રમુખની વરણી થઇ હતી જેમા ધ્રાગધ્રા શહેરના કુલ 9 વોડઁના 36 સભ્યો છે જે માથી 11 કોગ્રેસના તથા બાકી ભારતીય જનતા પાટીઁના છે જ્યારે ધ્રાગધ્રા નગરપાલિકાના પ્રમુખની વરણી પર શહેરના તમામ નાગરીકો ની નજર થંભી ગઇ હતી કારણ કે રાજકીય લેવલે ધ્રાગધ્રા શહેરમા ભાજપના બે જુથો છે.
જેમા પ્રથમ પુવઁ ધારાસભ્ય જુથના મહિલા પ્રમુખે અઢી વષઁની પ્રમુખ પદ ભોગવ્યા બાદ હવે બરીથી સદશ્યોની ચુટણીમા મહત્વની ભુમિકા કોગ્રેસના સદશ્યોની હતીજેમા 11 કોગ્રેસના સદશ્યોને પોતાની તરફ આકષઁનાર જ પ્રમુખની સીટનો હક્કદાર થઇ શકે તેમ હતુ જ્યારે આજે થનાર નગરપાલિકાના પ્રમુખની વરણી દરમિયાન વોડઁ નંબર 1ના કોંગીસ દશ્ય સોનલબેન અલ્પેશભાઇ જાકાશણીયા તથા વોડઁ નંબર 5ના ઇમ્તીયાજભાઇ સૈયદ દ્વારા ઉમેદવારી નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે ભાજપ માથી વોડઁ નંબર 6ના સદશ્ય તથા હાલ નગરપાલિકાના ચેરમેન ધીરુભા પઢીયાર તથા પુવઁ પ્રમુખ દિલીપસિંહ ઝાલા એ પણ પ્રમુખની હરોળમા દાવેદારી નોંધાવી હતી. જ્યારે પ્રમુખ તરીકે સવાઁનુમતે ધીરુભા પઢીયાર તથા ઉપપ્રમુખ તરીકે દિલીપસિંહ ઝાલાની પર ભાજપ તથા કોગ્રેસના 24 સદશ્યો દ્વારા પસંદગી ઉતારી હતી.
જો કે ભારતીય જનતા પાટીઁ દ્વારા પહેલાથી જ પ્રમુખ – ઉપપ્રમુખનુ નામ નક્કી હોય અને અન્ય સદશ્યોને માત્ર મુંડ્ડી હલાવવાનુ કાયઁ કરવાનુ જણાઇ આવ્યુ હતુ ત્યારે એક સમયમા ત્રણ ટમઁ સુધી નગરપાલિકાના પ્રમુખ રહી ચુકેલા દિલીપસિંહ ઝાલાને ઉપપ્રમુખ તરીકેની વરણી થતા હવે નગરપાલિકાની બોડીના સુર બદલાયા હોય તેવુ લાગી રહ્યુ હતુ ત્યારે હાલ તો પુવઁ ચેરમેન ધીરુભા પઢીયાર પ્રમુખ તથા શાસકપક્ષના નેતા અને ભુતપુવઁ પ્રમુખ દિલીપસિંહ ઝાલાની ઉપપ્રમુખ તરીકે વરણી થઇ છે.