રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સત્તા પર આવ્યા પછી તેમણે સૌથી મોટો નિર્ણય લીધો છે. શનિવારે તેમણે દેશના પાંચ રાજ્યોના રાજ્યપાલની નિમણૂકની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ તામિલનાડુ સહિત રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન અને નિકોબારના રાજ્યપાલની નિમણૂકની જાહેરાત કરી હતી.
સત્યપાલ મલિકને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. પ્રોફેસર જગદીશ મુખીની આસામના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. દેવેન્દ્ર કુમાર જોશી કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન નિકોબારના લેફ્ટિનન્ટ રાજ્યપાલ બનશે.
ગંગા પ્રસાદને મેઘાયલના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બીડી મિશ્રાને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બનવારીલાલ બન્યા તામિલનાડુના નવા રાજ્યપાલ. અત્યારસુધી તામિલનાડુના રાજ્યપાલનો વધારાનો ભાર મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ સંભાળી રહ્યા હતા.
- ક્યાં કોની નિમણૂક?
- આસામ- જગદીશ મુખી
- બિહાર- સત્યપાલ મલિક
- મેઘાલય- ગંગા પ્રસાદ
- અરુણાચલ પ્રદેશ- બીડી મિશ્રા
- તામિલનાડુ- બનવારીલાલ પુરોહિત
- અંદમાન-નિકોબાર- દેવેન્દ્ર કુમાર