કંગના રનૌત તેમની આગામી ફિલ્મ મણિકર્નિકા: ધ ક્વીન ઓફ ઝાંસીના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મ થિયેટરમાં’ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. રીલીઝ પહેલાં, શુક્રવારના રોજ મણીકર્ણિકા રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામા આવી હતી. આ ફિલ્મને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વરિષ્ઠ ભાજપના નેતા લાલ કૃષણ અનવાડી સાથે જોઈ હતી.ફિલ્મ જોયા બાદ, બંનેએ કંગનાને અભિનંદન આપ્યા.
President Kovind watched a special screening of the film ‘Manikarnika’, based on the life of Rani Lakshmibai of Jhansi, at Rashtrapati Bhavan Cultural Centre; felicitated the cast and crew of the film. pic.twitter.com/o1AwNwz9av
— President of India (@rashtrapatibhvn) January 18, 2019
આ ફિલ્મમાં કંગના રનૌત ઝાંસીની રાણીનું પાત્ર નિભાવે છે કંગના, આ ફિલ્મમાં એક યોદ્ધા રાણી તરીકે નજર આવે છે, દુશ્મનો દ્વારા કરાયેલ હિંસા અને અત્યાચાર સામે પોતાની બહાદુરી દેખાડે છે તેની આ હિંમત અને બહાદુરી અમિતાભ બચ્ચન ખૂબ જ સુંદર રીતે આ ફિલ્મમાં વર્ણવે છે.
થોડા દિવસો પહેલા તેનું ટ્રેલર રીલીઝ થયું હતું જેને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં સૌથી વધારે જબરજ્સ્ત તેના ડાઈલૉગ છે જે મહિલાઑને પણ લડવા માટે એક અનોખી પ્રેરણા આપે છે.