અબતકના કાર્ટુનિષ્ટ વૈશ્ર્વિકસ્તરે ચમકયા !!

સંજય કોરીયાએ બનાવેલા રાષ્ટ્રપતિનું કાર્ટુન કેરીકેચર રાષ્ટ્રપતિએ રિટવીટ કર્યુ

ગુજરાતના જાણિતા કાર્ટુનિષ્ટ સંજય કોરીયા છેલ્લા 3 વર્ષથી ‘અબતક’ દૈનિકમાં ઇડિયટવ્યું બેનર તળે નિયમિત કાર્ટુન ચિત્રણ કરે છે જેનો વાંચકો તરફથી બહોળો પ્રતિસાદ મળે છે. વિવિધ સાંપ્રત સમસ્યાઓ પર કટાક્ષમય નિરૂપણ સંજય કોરીયાની આગવી ઓળખ છે. તેઓ છેલ્લા 1પ વર્ષથી કાર્ટુન દુનિયામાં કાર્યરત છે. તેઓએ ગુજરાતના વિવિધ શહેરોમાં કાર્ટુન સેમીનાર અને ટોકશોનું પણ આયોજન કરેલ છે. શાળા કોલેજમાં સેમીનાર આયોજન કરીને યુવા ચિત્રકારોને પ્રોત્સાહન આપી રહ્યા છે.

આજરોજ દેશના નવ નિયુકત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ ગ્રહણ કર્યા છે ત્યારે આ શુભ અવસરે ‘અબતક’ ના કાર્ટુનિસ્ટ સંજય કોરીયા એ તેમનું કાર્ટુન કેરી કેચર સોશ્યિલ મિડિયામાં બહુ જ વાયરલ થયું છે.

ગુજરાતના સાંસદ પ્રભુ વસાવાએ ટવીટ કરીને આ કેરી કેચર સાથે ડેમોક્રસીનો સાચો પાવરના અર્થ સાથે નારી શકિત ની વાત સાથે રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી હતી જે ટવીટ ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રીટવીટ કરીને આભાર માન્યો હતો.કાર્ટુનિષ્ઠ સંજય કોરીયાને ‘અબતક’ આ ખુબ જ મહત્વની સિઘ્ધી મળી છે જેને કારણે બન્ને દેશ-દુનિયામાં છવાય ગયા હતા. ‘અબતક’નું ઇડિયરવ્યુ સમગ દેશમાં ખુબ જ લોકપ્રિય છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.