ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રૂ. 3.73 કરોડના ખર્ચ બનનારી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું ખાતમુહુર્ત કરશે
મહામહિત રાષ્ટ્રપતિ દ્રોપદ્રી મુર્મુ આગામી ત્રણ ઓકટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના હસ્તે ગાંધીનગરમાં સિવીલ હોસ્પિટલના કેમ્પસમાં બનનારી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ પદે સત્તારૂઢ થયા બાદ પ્રથમવાર દ્રોપદી મુર્મુ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોય રાજય સરકાર દ્વારા તેઓનું અદકેરૂ સ્વાગત કરવામાં આવશે ગુજરાતની રાજધાની ગાંધીનગર સ્થિત સિવીલ હોસ્પિટલના કેમ્પમાં રાજય સરકાર દ્વારા રૂ. 3.73 કરોડના ખર્ચે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે જેનું રાષ્ટ્રપતિ દ્રોપદ્રી મુર્મુના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવશે.
3 ઓકટોબરના રોજ રાષ્ટ્રપતિ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોય સુરક્ષા વ્યવસ્થા ચુકત બનાવી દેવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિતભાઇ શાહ, રાજયપાલ આચાર્ય દેવવ્રતથી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ ઉપરાંત મંત્રી મંડળના તમામ સભ્યો અને ભાજપ સંગઠનના હોદેદારો પણ ઉ5સ્થિત રહેશે.