કચ્છના પ્રવાસે આવેલા ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે પધાર્યાં ત્યારે કચ્છની ધીંગી ધરા ઉપર તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિનું આ તકે ઉપસ્થિત ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયા, કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ભુજ આર્મી સ્ટેશનના ડેપ્યૂટી કમાન્ડન્ટ કર્નલ અમિત, રેન્જ આઈ.જી. શ્રી ચિરાગ કોરડીયા, કચ્છ બી.એસ.એફ.ના ડીઆઇજી અનંતકુમાર, જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ સ્વાગત કર્યું હતું.
ચ્છ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સૌપ્રથમ કચ્છ એરપોર્ટ પર આવશે, ત્યારબાદ આગળના પ્રવાસ માટે નીકળશે. જોકે હાલમાં એરપોર્ટ પર રિનોવેશનનું કામ પ્રગતિમાં છે જેમાં મુખ્ય વેઇટિંગ રૂમ મોટો કરવાનું કામ ચાલતું હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા ચાલુ જ છે, જેથી આગમન સમયે કોઈ અડચણ આવશે નહીં.સ્મૃતિવન ખાતે ભૂકંપ આધારિત મ્યુઝિયમ નિહાળશે : કચ્છના સફેદ રણથી ધોળાવીરા જતા સફેદ રણને ચીરીને નીકળતો માર્ગ, જે છેલ્લા 2 વર્ષમાં રોડ ટુ હેવનના નામે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, તેને પણ રાષ્ટ્રપતિ નિહાળશે. આ ઉપરાંત તેઓ વર્ષ 2001 ના ગોઝારા ભૂકંપમાં દિવંગત પામેલા લોકોની યાદમાં ભુજના ભુજીયા ડુંગરની તળિયામાં બનાવવામાં આવેલ સ્મૃતિવન સ્થિત ભૂકંપ આધારિત મ્યુઝિયમ નિહાળી કચ્છમાં ભૂકંપ અને ત્યારબાદની પરિસ્થિતિથી પણ વાકેફ થશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ તેમની કચ્છ મુલાકાત દરમિયાન આજે ભુજ ખાતે સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલ અને ધોરડો સફેદ રણ તેમજ આવતીકાલે ધોળાવીરાની મુલાકાત લેશે.