નાગાલેન્ડના મુખ્યમંત્રીને એસેમ્બ્લી હોલમાં પ્રવેશતા અટકાવી શરમજનક વ્યવહાર
ન હોય… મુખ્યમંત્રીને વિધાનસભામાં પ્રવેશતા રોકાયા ! જી હા, નાગાલેન્ડના ચીફ મિનિસ્ટર શુહોઝેલિ લિઝિત્સુની સાથે આ શરમજનક ઘટના ઘટી હતી. તેમને એસેમ્બ્લી હોલમાં પ્રવેશતા રોકાયા હતા.
નાગાલેન્ડ વિધાનસભાના સૂત્રોનાં જણાવ્યા મુજબ સંસદીય કર્મચારીગણ અને મુખ્યમંત્રીના સહયોગી અધિકારીઓ વચ્ચે કંઈક ‘ગેરસમજ’ થઈ ગઈ જેના પગલે શુહોઝેલિ લિઝિત્સુને સંસદમાં આવતા પ્રવેશદ્વાર પર જ ‚ક જાવ કહી દેવામાં આવ્યું હતુ આ બનાવ બન્યો ત્યારે આલમ એ હતો કે ચીફ મિનિસ્ટર લિઝિત્સુને કાપો તો ય લોહી ન નીકળે!
બનાવ બની ગયા બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સી.એમ. લિઝિત્સુએ જણાવ્યું હતુ કે સરકારનાં મુખિયા તરીકે હું રાઉન્ડમાં નીકળ્યો હતો. સંસદમાં પ્રોપર સિકયુરિટી બંદોબસ્ત અને બધા કર્મચારીગણ હાજર છે. કે નહી તે જોવા હું નીકળ્યો હતો.
પ્રેસિડેન્શિઅલ ઈલેકશનના મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે આ બિના બની હતી ઉલ્લેખનીય છે કે લિઝિત્સુને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો અધિકાર નથી કેમ કે તેઓ વિધાનસભાના ઈલેક્ટેડ મેમ્બર નથી.
લિઝિત્સુ જેવા મતદાન હોલ પસાર કરીને આગળ વધ્યા કે તૂર્ત જ વિધાનસભાના સ્ટાફે તેમને આગળ જતા અટકાવ્યા હતા. લિઝિત્સુના ઓફિસરોએ ખુલાસો કર્યો કે આગલા દિવસે જ મુખ્યમંત્રીની વિઝિટ અંગે સંસદનાં સ્ટાફને વિધિવત જાણ કરાઈ હતી.
મીડિઆ સાથેની વાતચીત દરમિયાન લિઝિત્સુએ અંતમાં જણાવ્યું હતુ કે એસેમ્બ્લી તે પાર્ટીપોલિટિકસથી કયાંય ઉપર છે.