શહેરના વિકાસકામોને પ્રાધાન્ય આપવાનો પાલિકા પ્રમુખે આપ્યો કોલ
હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સતા કબજે કર્યા બાદ ગત તા.ર૬ના પાલીકાના પ્રમુખ તેમજ ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જે સંદર્ભે વોર્ડ નં.પાંચના વિજેતા ઉમેદવારે નગરપાલિકાની કચેરી ખાતે આજરોજ શાશ્ત્રોક્ત વિધીથી પ્રમુખ તરીકે ચાર્જ સોપવામા આવ્યો હતો. આ વેળાએ શહેર ભાજપના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પાલીકા પ્રમુખ તેમજ ઉપ પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.
હળવદ નગરપાલિકામાં ભાજપના પ્રમુખ તરીકે હિનાબેન અજયભાઇ રાવલ તેમજ ઉપ પ્રમુખ જયેશભાઇ પટેલે આજે શાશ્ત્રોક્ત વિધીથી પદભાર સંભાળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ૨૮ માથી ૧૮ બેઠકો મળતા ગત તા. ૨૬ના રોજ પ્રમુખ તથા ઉપપ્રમુખ તેમજ તમામ પદ માટે મોરબી નાયબ કલેકટર અજયભાઇ દહિયાની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી.જેમાં પ્રમુખ હિનાબેન રાવલ, ઉપ પ્રમુખ જયેશભાઇ પટેલને બહુમતી મળતા પાલીકાના પદો માટે નામો જાહેર કરવામાં આવ્યા હતા.આ તકે પૂર્વ રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડીયા, બિપીનભાઈ દવે, તાલુકા પ્રમુખ રજનીભાઇ સંઘાણી, વલ્લભભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, રણછોડભાઈ દલવાડી, જશુબેન પટેલ, ઘનશ્યામભાઈ ગોહિલ, વિજયભાઈ જાની, હિનાબેન મહેતા, તપનભાઈ દવે, રમેશ ભગત, સંદીપ પટેલ સહિત ભાજપના હોદેદારોએ પ્રમુખ, ઉપ પ્રમુખને શહેરના વિકાસ કામોને આગળ ધપાવી નગરજનોની સુખાકારી માટે પ્રાથમિક સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી નેમ વ્યક્ત કરી હતી.