ગરવા ગિરનારની અંબિકા અને દત્રાત્રેય ટૂંક ઉપર સ્વચ્છતા જાળવવા વિવિધ પગલાંઓ લેવાશે
ગરબા ગિરનારની ગરિમા જાળવવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે એટલું જ નહીં અંબિકા અને દત્તાત્રેય ટૂંક ઉપર સ્વચ્છતા જાળવવા માટે વિવિધ પગલાંઓ પણ લેવામાં આવશે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે વાતાવરણ છે અને આસપાસ જંગલ તળાવ નદી અને વન્યજીવોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે કારણ કે ગિરનારના દર્શના હાથે હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને તે વિસ્તારને કોઈ પણ કારણસર પ્રદૂષિત પણ કરે છે ત્યારે આ સ્થિતિ ઉદ્ભવિત ન થાય તેના માટે હાઇકોર્ટ દ્વારા સરકારને તાકીદ પણ કરવામાં આવી છે.
એટલું જ નહીં ગુજરાત હાઇકોર્ટે ગિરનારની મુલાકાતે આવતા પ્રવાસીઓને અપીલ પણ કરી છે કે, તેઓ જે મંદિરના દર્શનાર્થે આવતા હોઇ તો તેઓ તેમની જાળવણી પણ કરે અને સાથે જંગલ, તળાવ, નદી અને વન્યજીવ શ્રુસ્ટિનું યોગ્ય રીતે જતન થઈ શકે. એટલું જ નહીં ગિરનારની સ્વચ્છતા જાળવવા તંત્રએ ઠેર-ઠેર ડસ્ટબીન ની પણ વ્યવસ્થા ઉભી કરી છે.
સાવજોને મધ્યપ્રદેશમાં ખસેડવા વધુ એક હિલચાલ
મધ્યપ્રદેશમાં કૂનો પાલપુર નામનું ભવ્ય જંગલ છે. ટૂંકું નામ કૂનો. આ જંગલમાં દીપડા, રિંછ, ચિતલ, સાબર, વરૂ જેવા પ્રાણીઓ છે. સિંહ, વાઘ કે ચિત્તા હોય તો લોકોને જોવામાં વધારે રસ પડે અને પ્રવાસીઓનો પ્રવાહ કૂનો તરફ વળે. એટલે વર્ષોથી એવી વાત ચાલી રહી છે કે ગીરના સિંહને મધ્યપ્રદેશના જંગલમાં મૂકવામાં આવે તો પ્રવાસીઓ આવતા થાય. કૂનોમાં સિંહ મૂકવાની વાતો તો બહુ થઈ પણ એ મેળ પડ્યો નહીં.
ત્યારે હવે ફરી એક વખત સાવજોને મધ્ય પ્રદેશમાં ખસેડવા માટેની હિલચાલ થઈ રહી છે અને કેન્દ્ર સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટને પણ જાણ કરી છે કે તેઓ ગિરનાર સાવજોને ગુનોમાં રાખવા માટે ફરી સ્થિતિનું નિરીક્ષણ કરશે અને આ અંગેનો રિપોર્ટ આગામી છ માસમાં સુપરત કરાશે. હાલ ગીરમાં 674 સાવજો વર્ષ 2020 ની સરખામણીએ જોવા મળી રહ્યા છે અને તેમના સંખ્યામાં 29 ટકાનો વધારો પણ નોંધાયો છે જેને ધ્યાને લઈ સરકાર મધ્યપ્રદેશમાં ખસેડવા માટે હિલચાલ હાથ ધરી છે.