રૂપિયા 13 હજાર કરોડના ખર્ચે બોર્ડર મેનેજમેન્ટ પ્લાન બનાવાયો
અબતક, નવીદિલ્હી
કહેવાય છે કે કોઈ પણ દેશ ત્યારે જ સુરક્ષિત રહી શકે જ્યારે તેની સીમા સુરક્ષિત હોય આ વાતને ધ્યાને લઇ ભારત સરકાર પણ ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે અને આંતકવાદી પ્રવૃત્તિઓ ને અટકાવવા માટેના કાર્યો પણ હાથ ધરી રહ્યું છે ત્યારે 15મી નાણા કમિશનની સાઇકલ પૂર્વે મોદી સરકાર દ્વારા દેશની જે બોર્ડ ડ્રો છે તેને સુરક્ષિત કરવા માટેનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે અને અંબરેલા સ્કીમ હેઠળ આ કાર્ય હાથ ધરવામાં આવશે. એના માટે મોદી સરકાર દ્વારા બે હજાર કરોડ રૂપિયા ની ટીમને પરવાનગી આપી છે.
બોર્ડર સિક્યુરિટી સ્કીમ અમલી બનતાની સાથે જ બોલ્ડ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ જ ઝડપી વિકસિત કરવામાં આવશે અને તેને સુરક્ષિત કરવા માટેના તમામ પગલાઓ લેવાશે. આ સ્કીમ વર્ષ 2021 થી વર્ષ 2026 સુધી અમલી બનાવવા માટેનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. પદુ માનવું છે કે જો બોર્ડર ને વધુ મજબૂતી આપવામાં આવશે તો બહારથી જે અતિક્રમણ થઈ રહ્યા છે તેના ઉપર સંપૂર્ણ રોગ લાગશે અને યોગ્ય મેનેજમેન્ટ પણ થઈ શકશે જેના માટે સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
બીઆઇએમ સ્કીમ હેઠળ બે હજાર રૂપિયા જે બોર્ડર સિક્યુરીટી માટે ખર્ચ કરવામાં આવશે તેમાં બોર્ડર ફેનસ, બોડર ફ્લડ લાઈટ, ટેકનોજિકલ સોલ્યુશન, બોર્ડર રોડ, બોર્ડર આઉટપોસ્ટ લક્ષ્મી સુવિધા વિકસાવવામાં આવશે. પાકિસ્તાન સાથેની ભારતની બોર્ડર 3323 કીમી લાંબી છે, બાંગ્લાદેશ સાથેની બોર્ડર 4096 કીમી લાંબી છે. ચાઇના સાથે 3488 કિમિ, 1751 કિમી નેપાળ સાથે 699 કીમી ભૂટાન સાથે અને 1643 કીમી મ્યાનમાર સાથેની છે.
તમામ મુખ્ય સ્થળો ઉપર સરકાર યુદ્ધના ધોરણે બોડર ફેન્સીંગ ની કામગીરી હાથ ધરશે અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સહિતની સુવિધાઓ પણ વિકસિત કરશે.