હડિયાણા ગામમાં ભારે વરસાદ પડતા ગામ બેટમાં ફેરવાય ગયું હતું. જેથી અસરગ્રસ્ત લોકોને નિયમોનુસારની સહાય મળી રહે તે માટે જોડિયા તાલુકા પંચાયત પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયાએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.
રજૂઆતમાં જણાવ્યા મુજબ હડિયાણા તેમજ ઉપરવાસના ગામો બેરાજા, બારાડી, વાવડી, નેસડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઉપરવાસની સીમના પાણી ફરી વળતા હડિયાણા ગામ પુરની પરિસ્િિતી બેટમાં ફેરવાય ગયું છે. આ અંગેની જાણ તા તુરંત અમોએ હડિયાણા ગામ અસરગ્રસ્ત વિસ્તારોની સભ્યો તેમજ ગ્રામ આગેવાનો સો મુલાકાત લેતા ઘણા નિચાણવાળા વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પાણી ભરાયા ઘરવખરીને નુકસાન યાનું જણાયું છે. તેમજ એક મહાન પુરના પાણીી પડી ગયું છે. આ અંગે સર્વેની કામગીરી હા ધરાવી અસરગ્રસ્ત લોકોને નિયમોનુસારની સહાય મળી રહે તેવી માંગ છે.