ઇન્ટર યુનિ.ની સ્પોર્ટ્સની સ્પર્ધાઓમાં સૌરાષ્ટ્ર યુનિ.ના ખેલાડીઓ જઇ ન શકતા હોવાની રાવ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાતી આંતર કોલેજ રાત ગમત સ્પર્ધાઓમાં કવોલીફાઈંગ સ્ટાન્ડર્ડ ઊંચું હોવાથી વિદ્યાર્થીઓ આંતર યુનિવર્સિટી સુધી ભાગ લેવા જઇ સકતા ની. આ પ્રશ્ને સેનેટ મેમ્બર અને પી ટી આઇ ડો.તૌસિફખાન પઠાણેએ કાર્યકારી કુલપતિ ડો.નિલંબારીબેન દવે સમક્ષ વિદ્યાર્થીઓને સાથે રાખી રજુઆત કરી હતી.
વર્ષમાં યુનિવર્સિટી દ્વારા યોજાયેલ એલેટિક્સ, સ્વિમિંગ, સાયકલિંગ, ક્રોસ ક્ધટ્રી, પાવર લીફટિંગ, વેઇટ લીફટિંગ સહિતની વ્યક્તિગત રમતોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કવોલીફાઇડ થઈ શકતા ની . નેશનલ લેવલે ૬ઠો, ૮મો અને ૧૦મો નંબર મેળવતા ખેલાડીઓ જેટલું સ્ટાન્ડર્ડ રાખવામાં આવ્યું છે જેને કારણે આ વખતે આંતર કોલેજ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવતા ખેલાડીઓ પણ આંતર યુનિવર્સિટીમાં રમવા જઇ શકે તેમ ની જેથી યુનિવર્સિટી દ્વારા કવોલીફાઈંગ સ્ટાન્ડર્ડ ઘટાડવામાં આવે તો જ અહીંના વિદ્યાર્થીઓ આંતર યુનિવર્સિટી ગેમ રમવા માટે જઇ શકે તેમ છે.કાર્યકારી કુલપતિએ વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી યુવક મહોત્સવ પૂર્ણ થયા બાદ ચર્ચા વિચારણા કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની ખાતરી આપી હતી.