તાત્કાલીક પણે કોઇ નિર્ણય નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

તા. ૩૦-૧૦-૨૦૧૮ ના રોજ રાજય સરકારે રાજયના પ૧ તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરેલા છે. તેમજ ત્યારબાદ ૪પ તાલુકાને ખાસ પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ આખી પ્રક્રિયામાં કાયદા અને નિયમોનો ભંગ કરીને ઉપલેટા તાલુકાને કાયદેસર મળનાર હકકથી વંચિત કરેલ છે. આથી ભારત દેશના બંધારણ મુજબ જનતાને જે હકક કાયદોએ આપેલો હોય તેવા હકકને આપ ઝુંટવી શકો નહીં. તેમ છતાં આ હકક ઝુંટવી લીધો છે. રાજયને લાગુ પડતા દુષ્કાળ મેન્યુઈ-૨૦૧૬ મુજબ કયાંક ૨૫૦ મીલીમીટર વર્ષદનો માપ નથી પરંતુ રાજયને અન્યાય કરવા આવું ધોરણ આપે મનઘડત રીતે ઉભુ કરેલ છે.

રાજયના ગામને તાલુકો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે આપની મનની મરજીથી નિર્ણય થઇ શકતો નથી પરંતુ તે માટે દુષ્કાળ મેન્યુઅલ-૨૦૧૬ માં જોગવાઇ કરવામાં આવી છે. તે મુજબ નિર્ણય કરવો જરુર છે. આ દુષ્કાળ મેન્યુઅલ-૨૦૧૬ મુજબ કયાંય ૨૫૦ મીલીમીટર વરસાદની સરખામણી કરી જે તે તાલુકાના દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જોગવાઇ છે. આથી દુષ્કાળ મેન્યુલ-૨૦૧૬ ના પાના નંબર ૩૨ ઉપર પારા ૩૨.૧ જે સુત્ર આપેલ છે.

સુત્રના આધારે જો પરીણામ-૬૦ થી ૯૯ મળે તો તેના અર્થ એવો કે જે તે વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરસાદની ખામી છે. આથી આ સુત્ર ઘ્યાને લઇ રાજકોટ જીલ્લાના ઉપલેટ તાલુકાનો વરસાદ જોવામાં આવે તો સરેરાશ વરસાદ ૭૭૨ મીલીમીટર અને પડેલ વરસાદ ૨૯૬ મીલીમીટર આ સુુત્ર મુજબ વંચાણે લેવામાં આવે તો તે પરીણામ ઓછા ૬૧ આવે છે. જે આ મેન્યુલના પાના નઁબર ૩૨ ઉપરના પારા ૩.૧ ના કોઠા મુજબ છે. આથી ઉપલેટા વિસ્તારને દુષ્કાળગ્રસ્ત તરીકે જાહેર કરવામાં નિયમ મુજબ જરુરી છે. આથી કાયદા વિરુઘ્ધ નિર્ણય કરી ઉપલેટા તાલુકાના ખેડુતોને મોટાપાયે અન્યાય કરેલ છે. આથી પેકેજના નામથી પણ અન્યાય કરેલો છે.

દુષ્કાળ મેન્યુલને અનુરુપ ઉપલેટા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવેલ નથી તેથી પાક વીમા સંબંધમાં ગૌશાળાને ઘાસ મળવા સંબંધમાં વિસ્તારને પાણી મળવા સંબંધમાં વીજળીના બીલ સંબંધમાં અનેુ ખેતી વિષયક લોનના વ્યાજ સંબંધમાં ઉપલેટા તાલુકાના ખેડુતોને રાહત મળી શકે તેમ હતી. તો ઉપલેટા વિસ્તારને અન્યાય કરેલો છે. આથી આ અન્યાય તાત્કાલીક નિવારી ઉપલેટા તાલુકાને દુષ્કાગ્રસ્ત જાહેર કરવા માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.