• જામનગરના વિકાસનો અનુરૂપ પ્રોજેકટ બજેટમાં સમાવાયા: રિવરફ્રન્ટ માટે 600 કરોડના ખર્ચનો અંદાજ

જામનગર મહાનગર પાલિકા નું. રૂ. 1243.70 કરોડનું કર-દર વધારા વગર નું બજેટ રજૂ કરતા મ્યુનિ. કમિશનર જામનગર મહાનગરપાલિકાનું આગામી વર્ષ 2024-2 25 નું રૂા. 1243.70 કરોડનું કરદર વધારા વગરનું પુરાંતલક્ષી બજેટ  મ્યુનિ. કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી ને સુપ્રત કર્યું છે. આગામી વર્ષનાં બજેટ ને મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેનને સુપ્રત કરવામાં આવ્યું હતું. પાણીની લાઈનમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું સંપ , રોડ-રસ્તાના કાર્યો, ગૌરવ પથ, નંદઘર, રિવરફ્રન્ટ, ઓડિટોરિયમ, નવા ફાયર સ્ટેશન, શાક માર્કેટ, સિવિક સેન્ટર, વગેરેનો નવા આયોજનો બજેટમાં સૂચવાયા હતા. આ ઉપરાંત વધુ એક વખત નવા સ્મશાનનું આયોજન પણ સૂચવાયું છે. આ બજેટમાં કરદરમાં કોઈ વધારો સૂચવાયો નથી.

જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ડે. મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સભ્યો, અધિકારીઓ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Presenting draft budget of Jamnagar Corporation without tax rate burden of Rs.1243.70 crore, Mun. Commissioner
Presenting draft budget of Jamnagar Corporation without tax rate burden of Rs.1243.70 crore, Mun. Commissioner

જે વર્ષ 2024-25 નું વાર્ષિક રૂા. 1243 કરોડ 70 લાખનું કરદર વધારા વગરનું બજેટ મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સમક્ષ કરવામાં આવ્યું હતું. સાથે જ શિક્ષણ સમિતિનું બજેટ પણ રજૂ કરાયું હતું.

અવિરત વિકાસ અને સેવાયજ્ઞને આગળ વધારતા વિશેષ આયોજનો બજેટમાં સમાવાયા હતા. જેમાં ખીજડિયા ફિલ્ટર પ્લાન્ટ થી ફોરેસ્ટ ઓફિસ (ગંજીવાડા), સુધી અને ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ ની ઠેબા ચોકડી સુધી 700 એમએમ ડાયાની  પાઈપલાઈન  માટે રૂા. 20.82 કરોડ ના ખર્ચનું આયોજન થયું છે. જેમા છેવાડા ના વિસ્તાર માં પાણી વિતરણ વ્યવસ્થા વધુ સારી બનશે. ઉપરાંત રૂા. 23.84 કરોડના ખર્ચે પાણી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નું પણ આયોજન કરાયુ છે.

ઉંડ-1 ડેમ પાસે ઈન્ટેકબેલ અને મશીનરી માટે રૂા. 10 કરોડ 91 લાખનો ખર્ચ, શંકર ટેકરી અને સમર્પણ ઈએસઆરમાં સમ્પ અને  મશીનરી માટે રૂ.12 કરોડના ખર્ચનું આયોજન કરાયું છે, રૂા. 43.83 કરોડના ખર્ચ રોડ રસ્તાના કામો, પાયલોટ બંગલાથી પંચવટી માન સરોવર એપાર્ટમેન્ટ સુધી ગૌરવ પથ માટે રૂા. 15.22 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે.

100 ટકા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ચાર કરોડના ખર્ચે સીસીરોડ-પેવર બ્લોક તથા આયોજન મંડળ હસ્તક ધારાસભ્યની 10, ર0 તથા 100 ટકા ગ્રાન્ટ અંતર્ગત રૂા. 3 કરોડના ખર્ચે સીસીરોડ, પેવર બ્લોકના કામો કરવામાં આવશે. જામનગરમાં રૂા. 6 કરોડ 36 લાખના ખર્ચે બનશે નંદઘર, જયારે રિવરફ્રન્ટ માટે 600 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. જેથી શહેરને એક રી-ક્રિએશન ઝોન મળશે.

1પ00 બેઠકની સમક્ષા સાથેનું ઓડીટેરીયમ ,  કાલાવડ રોડ અને લાલપુર માર્ગે એમ બે નવા ફાયર સ્ટેશન ના કામો , શહેરની હદ વધતા જરૃરીયાત મુજબ ખંભાળીયા અને લાલપુર માર્ગે રૃા. 4 કરોડનું ખર્ચ નવા બે સીવીક સેન્ટર, સુભાષ માર્કેટનું રી-ડેવલોપમેન્ટ ઉપરાંત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ના કામ અને બે નવા કેટલ પોન્ડ કામો પણ બજેટમાં સૂચવાયા છે.

Presenting draft budget of Jamnagar Corporation without tax rate burden of Rs.1243.70 crore, Mun. Commissioner
Presenting draft budget of Jamnagar Corporation without tax rate burden of Rs.1243.70 crore, Mun. Commissioner

વિશાલ હોટલ પાછળ રર હજાર ચો.મી. જગ્યામાં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી રૂા. 31 કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. હાપા નજીક પાંચ કરોડના ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ અન્ય સ્થળે ફૂટબોલ ગ્રાઉન્ડનું પણ સરકારના સહયોગથી આયોજન થયું છે.

રૂા. સાડાચાર કરોડના ખર્ચે 1પ કિ.મી લંબાઈમાં વાઈડનીંગ તથા ડી.પી. રસ્તા ખુલ્લા કરવા તેમજ ટીપી-ડીપીના રસ્તા માટે 6પ કિમીની લંબાઈના રસ્તા ખુલ્લા કરવા માટે રૂા. 10 કરોડની ગ્રાન્ટનું આયોજન છે. પેકેજ-1 અન્વયે રૂા. 19.પ0 કરોડના ખર્ચે પેકેજ -ર માં 14.9પ કરોડના ખર્ચે આસ્ફાલ્ટ રોડનું આયોજન સૂચવાયું છે. વિજયનગર જકાત નાકાથી નાઘેડી બાયપાસ રોડ પર અન્ડર બ્રીજ માટે રૂા. 19.ર0 કરોડ, તેમજ ત્રીજા સ્મશાન માટે વધુ એક વખત આયોજન જાહેર કારયું છે. બેડી મરીનથી વાલસુરા નેવી થઈ રોઝી પોર્ટ સુધી રૂા. 10 કરોડના ખર્ચે નેકલેશ રોડ નો પણ ફરી વખત ઈરાદો જાહેર થયો છે.  શહેર માં બે ડિજીટલ લાયબ્રેરી પાર્ટી પ્લોટ, વિકસાવવા, પીપીપીના ધોરણે મીની એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા, કુલ પાંચ ગૌરવ પથ બનાવવા તથા ત્રણ દાદા-દાદી પાર્ક બનાવવાનો ઈરાદો જાહેર કરાયો છે.

રણમલ તળાવ ફેસ-ર ના ડેવલોપમેન્ટ માટે રૂા. 3પ કરોડ ના સરકારની અમૃત યોજનાની ગ્રાન્ટ અન્વયે કામનું આયોજન માંડવી ટાવરનું રેસ્ટોરેશન, ઈ.બસ સેવા વધારવા શહેરના માર્ગો રોશનીથી સુશોભિત કરવા, પાંચ મેગાવોટ પાવર ગ્રીન-રીન્યુએબલ એનર્જીથી મેળવવા, ગંદા ઘર વપરાશી પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાસ કરવા માટે 110 કરોડના ખર્ચે એસ.ટી.પી અને પમ્પીંગ સ્ટેશન બનાવવા, આવાસ રી-ડેવલોપમેન્ટ, સ્વચ્છ જામનગર સ્વસ્થ જામનગર યોજના અન્વયે સેન્ટી લેન્ડફીલ સાઈટ વિકસાવવા, કમ્પોસ્ટ પ્લાન્ટ વિકસાવવા સહિત મશીનરી વગેરે માટેનું આયોજન પણ ઘડી કાઢવામાં આવ્યું છે.  13 નવી ટીપી સ્કીમના અમલીકરણ, વગેરેનું આયોજન કરાયું છે. આગામી વર્ષમાં રૃા. 794 કરોડના કામોનું આયોજન જાહેર થયું છે. જેમાં ગ્રાન્ટ ઉપ્લબ્ધ થયેથી કામો શરૃ કરાશે.

આ ઉપરાંત શહેરમાં કરોડો રૃપિયાના ખર્ચે અનેક વિકાસ કામો પ્રગતિમાં હોવાનું જાહેર કરાયું છે. જેમાં ફલાય ઓવરબ્રીજ, રેલવે ઓવરબ્રીજ, અન્ડર બ્રીજ, સાયન્સ નોલેજ પાર્ક, નવા જનલર બોર્ડની ઈમારત, ભુજીયા કોઠાનું રેસ્ટોરેશન, હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર,રોશનીથી માર્ગ સુશોભિત, ઘરના ઘરની યોજના અન્વયે આવાસ યોજના વગેરે કામોનો સમાવેશ થાય છે.

બજેટ મા ઉઘડતી પુરાંત રૂા. 36પ.16 કરોડ, સ્વભંડોળની આવક રૂા.314.14 કરોડ, ગ્રાન્ટની આવક રૂા. 106.86 કરોડ, કેપીટલ સ્વભંડોળની આવક 3પ કરોડ, કેપીટલ ગ્રાંટ આવક રૂા. પ64 કરોડ અનામત આવક રૂા. 41.30 કરોડ અને એડવાન્સ આવક રૂા. 1.10 કરોડ મળી કુલ 106ર. 40 કરોડ અને ઉઘડતી સિલક સહ રૂા. 14ર7.પ6 કરોડની આવક સામે ખર્ચના અંદાજમાં મહેસુલી ખર્ચમાં સ્વભંડોળ ખર્ચ રૂા. 36પ.99 કરોડ, ગ્રાન્ટ ખર્ચ રૂા. પપ.01 કરોડ, કેપીટલ સ્વભંડોળ ખર્ચ રૂા. 4પ કરોડ, કેપીટલ ગ્રાન્ટ ખર્ચ રૂા. 7.49 કરોડ, અનામત ખર્ચ રૂા. ર7.40 કરોડ, તેમજ એડવાન્સ ખર્ચ રૂા. 1.30 કરોડ મળી કુલ 1ર43.70 કરોડનો ખર્ચ અને રૃા. 183.87 કરોડથી બંધ પુરાંત દર્શાવાઈ છે.

મહેસુલી આવક રૃા.4ર1 કરોડ અંદાજવામાં આવી છે. જેમાં શરૃઆતની મહેસુલી સિલક કુલ રૂા. 17.93 કરોડ ઉમેરતા કુલ રૂા. 438.93 કરોડ અને મહેસુલી ખર્ચ 4ર1 કરોડ અંદાજવામાં આવ્યા છે. અને વર્ષાન્તે રૂા. 17.93 કરોડની બંધ મહેસુલી બંધ પુરાંત દર્શાવાઈ છે.

મહેસુલી આવકમાં ટેકસની આવક 117.67 કરોડ ટેકસ વગરની આવક 161.પ4, એજ્યુકેશન શેષ, લેબર વેલ્ફેર શેષની આવક રૂા.. 18.40 કરોડ, ઓકટ્રોય ગ્રાન્ટ આવક 4ર કરોડ અન્ય ગ્રાન્ટ આવક રૂા. 64.8પ કરોડ તથા અન્ય આવક રૂા. 16.પ3 કરોડ મળી 421 કરોડ સાથે મહેસુલી ખર્ચમાં એસ્ટા (સ્ટાફ) રૂા. 98.7ર કરોડ, એસ્ટા (સફાઈ) રૂા. 106.13 કરોડ, એસ્ટા (જેએમટીએસ) રૂા. પ.64 કરોડ, વહીવટી ખર્ચ રૂા. પ.પ8 કરોડ, મરામત નિભાવ રૂા. 66.10 કરોડ મહેસુલી ગ્રાન્ટ ખર્ચ રૂા. પપ.01 કરોડ, લોન વ્યાજ ખર્ચ  રૂા. 0.8પ કરોડ, એજ્યુકેશન શેષ લેબર વેલફેર સરકારમાં જમા કરાવવા માટે રૂા. 17.90 કરોડ, પ્રોગ્રામ ખર્ચ રૂા. પ.93 કરોડ દર્શાવાયો છે. જાહેર શિક્ષણ ખર્ચ રૂા. ર7.રપ કરોડ તેમજ કેપીટલ ખાતે ટ્રાન્સફર ખર્ચ રૂા. 11.74 કરોડ મળી કુલ 4ર1 કરોડ થવા જાય છે.

6906 રૂપિયાની માથાદીઠ આવક સામે રૂ. 13,440 દેવું

જામનગર મહાનગરપાલિકાની વિવિધ લોન, પાણી ચાર્જ વગેરે મળી વ્યાજ સહિત કુલ રૂ. 81,938,79 લાખની જવાબદારી સામે રૂ. 63,640.91 લાખનું લેણું બાકી નીકળે છે. જેમાં સૌથી વધુ કરવેરાની વસુલાત બાકી હોય લેણું દર વર્ષે વધી રહ્યું છે. આમ માથાદીઠ આવક રૂ. 6906 ની છે જેની સામે માથાદીઠ દેવું રૂ. 13,440 નું છે.

રૂપિયો કયાંથી આવશે કયાં વપરાશે

મહેસુલી આવકમાં ટેકસની આવક ર8 પૈસા, ટેકસ વગરની આવક 38 પૈસા, એજ્યુકેશન શેષ, લેબર વેલફેર શેષ 4 પૈસા ઓકટ્રોય ગ્રાન્ટ આવક 10 પૈસા, અન્ય ગ્રાન્ટ આવક 16 પૈસા અને અન્ય આવક 4 પૈસા મળી કુલ 100 પૈસા સામે ખર્ચમાં એસ્ટા (સ્ટાફ) ર4 પૈસા, એસ્ટા (સફાઈ) રપ પૈસા, એસ્ટા (જેએમટીએસ) 1 પૈસા વહીવટી ચાર્જ 1પૈસા, મરામત નિભાવ 16 પૈસા, મહેસુલી ગ્રાન્ટ 12 પૈસા એજ્યુ. વેલફેર શેષ 4 પૈસા, પ્રોગ્રામ ખર્ચ 1 પૈસો, જાહેર શિક્ષણ પાંચ પૈસા, પરચુરણ ખર્ચ 7 પૈસા, કેપીટલ ટ્રાન્સફર 3 પૈસા મળી 100 પૈસા થશે.

જામનગર મહાનગર પાલિકાની વિવિધ લોન, પાણી ચાર્જ વગેરે મળી અને વ્યાજ સહિત કુલ રૃા. 81938.79 લાખની જવાબદારી અને રૃા. 63640. 91 લાખનું લેણું બાકી નીકળે છે. નગરજનો ની  માથા દીઠ આવક રૃા. 6906 ની છે. જ્યારે માથાદીઠ દેવુ રૃા. 13440 નું છે.

આમ આજે કરદર વધારા વગરનું અંદાજપત્ર રજુ થયું છે હવે તેમાં સુધારા-વધારા સૂચવી સામાન્ય સભા સમક્ષ રજુ થશે.

નવી સુવિધા: ક્રિકેટ મેદાન, ગૌરવપથ, ઓડોટોરીયમ, સિવિક સેન્ટર, નેકલેસ રોડ, તળાવના ફેસ-ર સહિતનું કામ

  • પાયલોટ બંગલાથી પંચવટી માન સરોવર એપાર્ટમેન્ટ સુધી ગૌરવ પથ માટે રૂ. 22 કરોડ ખર્ચ કરાશે
  • રૂ. 36 કરોડના ખર્ચે કુલ 53 નંદઘર બનશે. કાલાવડ રોડ અને લાલપુર માર્ગ પર બે નવા ફાયર સ્ટેશન સુચવાયા
  • રંગમતિ નદી પર રિવફ્રન્ટ માટે રૂ. 600 કરોડના ખર્ચનો અંદાજ આ પ્રોજેકટથી નદીમાં ઠલવાતા ગંદા પાણીનું શુઘ્ધીકરણ થશે. શહેરને એક-રી-ક્રિએશન ઝોન મળશે.
  • શહેરની મુખ્ય જગ્યા પર લેઆઉટમાંથી મળેલી કોન્ટ્રીબ્યુશન લેન્ડ નકકી કરી રૂ. 1પ કરોડના ખર્ચે 1પ00 બેઠકની ક્ષમતા સાથેનું ઓડીટોરીયમનું આયોજન
  • ખંભાળીયા અને લાલપુર માર્ગે રૂ. 4 કરોડના ખર્ચે નવ બે સીવીક સેન્ટર, સુભાષ માર્કેટનું રી-ડેલલોપમેન્ટ ઉપરાંત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ના કામ અને બે નવા પોન્ડ કામ પણ દર્શાવાયા
  • વિજયનગર જકાતા નાકાથી નાધેડી બાયપાસ રોડ પર અન્ડર બ્રીજ માટે રૂ. 20 કરોડ, તેમજ ત્રીજા સ્મશાન માટે વધુ એક વખત આયોજન બેડી મરીનથી વાલસુર નેવી થઇ રોઝી પોર્ટ સુધી રૂ. 10 કરોડના ખર્ચે નેકલેશ રોડનો પણ ફરી વખત ઇરાદો જાહેર
  • બે ડિજીટલ લાયબ્રેરી પાર્ટી પ્લોટ, વિકસાવવા, પીપીપીના ધોરણે મીની એમ્યુઝમેન્ટ પાર્ક, પાંચ ગૌરવ પથ બનાવવા તથા ત્રણ દાદા-દાદી પાર્ક બનાવવાનો ઇરાદો જાહેર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.