દેશમાં સૌરાષ્ટ્રમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન
હેલ્થ બેનીફીટ પીનટ્સ પ્રમોશન કાઉન્સીલને માન્યતા આપવા સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસો.ના પ્રમુખનો પી.એમ.ને અનુરોધ
સૌરાષ્ટ્ર ઓઈલ મીલ્સ એસોસીએશનના પ્રમુખ સમીરભાઈ શાહ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખેડુતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ન્યુનતમ ટેકાના ભાવે મગફળીની ખરીદી યોજનાની સરાહના કરવાને લઈને પત્ર પાઠવવામાં આવ્યો છે. આ તકે સીંગદાણા, સીંગતેલ વગેરેનો વપરાશ વધે તે માટેના પગલા લેવા જોઈએ તેમ પણ જણાવ્યું છે. આ ઉપરાંત દેશમાં સૌથી વધુ મગફળી પકવતા સૌરાષ્ટ્રમાંથી થતી સીંગદાણાની નિકાસને પ્રોત્સાહન આપવા તથા સીંગદાણા પ્રમોશન કાઉન્સીલને માન્યતા આપવા પણ રજુઆત કરવામાં આવી હતી.
એ સિવાય સીંગદાણા-સીંગ ખોળને નિકાસ પ્રોત્સાહનની પણ માંગ કરાઈ છે જેને લઈને તેમણે અબતક સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષથી સરકારના ખુબ પ્રયાસો કરવા છતાં મગફળી ખુબ જ ઓછા ભાવે ખુલ્લી બજારમાં વેચાય છે. સરકારે નકકી કરેલા ભાવમાં થોડી ઘણી નહીં ઘણા નીચા ભાવે વેચાય છે.
હવે સમય આવી ગયો છે કે મગફળી અને મગફળી પ્રોડકસનો વપરાશ કેમ વધે તે નકકી કરવાનું છે. ખાસ કરીને આપણે અત્યારે સીંગતેલ કે જે મગફળીમાંથી બને છે. પણ એમાં જેમ એનું હેલ્થ બેનીફીટ છે એ હજી લોકો સુધી યોગ્ય રીતે પહોંચી શકયું નથી અને તેમને લોકોના મનમાં થોડાક ખોટા ખ્યાલો છે કે મગફળીનું તેલ ખાવાથી નુકસાન થાય છે.
જે સીંગદાણા અને સીંગતેલ સિવાયના પણ મગફળીના તેલમાં સીંગદાણાનો ઉપયોગ થઈ શકે તેવા ઘણા માર્ગો છે. આપણે જોઈએ તો ફોરેનથી ચોકલેટ ઈમ્પોટ કરીએ તો તેમ સીંગદાણા નીકળે છે જેની ઉપર ચોકલે ઈમ્પોટ કરી હોય. જેમાં નપ્સ, કાજુ, બદામવાળી ચોકલેટ ખાઈએ છીએ. તેમજ સીંગદાણાનો તેમાં ઉપયોગ થાય છે જેથી તે સ્વાદ અને હેલ્થ માટે સારું છે. જેનો મોટો ઉપયોગ થઈ શકે તેમ છે.
બીજું છે પીનટ બટર જે માખણ-દુધ ખાવા માટે ટેવાયેલા છીએ તેવી જ રીતે અમેરિકા જેવા બહારના દેશોમાં પીનટ બટરની બહુ જ મોટી માર્કેટ છે. અહિંયા પણ એનો મોટો પ્રચાર કરવામાં આવે તો આપણી નવી જનરેશનને હેલ્થ કોન્સેટ થતી હોય છે. એ ન થાય બાળકોને સ્કુલે જતા હોય અને નાસ્તામાં તળેલા ફાસ્ટફુટ આપવાને બદલે, સીંગદાણામાંથી બનેલી વસ્તુઓ જો આપીએ તો એ સ્વાદ અને બાળકોના હેલ્થ માટે સારું રહેશે.
મગફળીમાં પ્રોટીન વધું છે, ઘણા બધા પોશક દ્રવ્ય છે જે હાર્ટ માટે, ચામડી માટે જેવા કે કરચલી પડતી, અટકાવી શકીએ છીએ. બધા જ પોશક તત્વો એકમાં હોય તેવું જાણતા એક તો દુધ અને બીજું સીંગદાણા છે એવું મારું માનવું છે. સીંગદાણાનો ખોડ છે તેનો ઉપયોગ કોલ ફીન, બર્ડ ફીન કે ફીસ ફીનમાં વપરાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શાકાહારી માણસો વધારે છે એટલે બર્ડ કે ફીશ ફીટ કરતા કરેલ ફીટમાં વધારે ઉપયોગ થાય છે.
બીજી બાબત એ કે ખોડમાં પ્રોટીનની માત્રા એટલી બધી છે કે એનો પ્રોટીનનો ઉપયોગ ઘણો બધો છે. આ પ્રોટીનને છુટો પાડીને કેસીન બનાવામાં આવે જેનો ઉપયોગ હેલ્થટોનીક જેવા કે બોનવીટા, દુધના પાવડરમાં વપરાતું હોય છે તો આ સીંગ ખોડમાં રહેલા પ્રોટીન બીજી રીતે ઉપયોગ કરીએ છીએ. બીજુ ભાવનગર સાઈડથી કાજુપુરી, બદામપુરી એવું આવણે ખાય છીએ.
તેવી જ રીતે પીનટમે ફસ કરી થોડુ સ્વીટનો એજન્ટ ઉમેરીને સ્વાદમાં સારું લાગે એવું પીનટ પુરી બજારમાં બાર પાડીએ તો કાજુ પુરી અને બદામ પુરી કરતા સસ્તુ પડશે. જેના માટે ઘણુ બધું રીસર્ચ કરવું પડે તેમ છે. આવી બધી જ પ્રવૃતિથી તેમને નિકાલ પણ સારો એવો થઈ શકશે અને મગફળીનો ભાવ પણ સારો મળશે એવું માનવું છે.