આશિર્વાદ એજયુ. અને પીએન્ડબી સ્કૂલ બંધ કરાવીને વિદ્યાર્થીઓને અન્ય શાળામાં વ્યવસ્થા કરી આપવાની કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની માગ
રેલનગર વિસ્તારમાં ચાલતી આર્શીવાદ એજયુકેશન સ્કૂલ અને પીએન્ડ બી સ્કૂલ માન્યતા વગર ચાલતી હોવાથી તાકીદે બંધ કરવા અંગે વોર્ડ નં.૩ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી.
રજુઆતમાં જણાવ્યા મુજબ વોર્ડ નં.૩માં રેલનગર પોપટપરા વિસ્તારમાં ઉપરોકત બંને શાળાઓ આવેલી છે. જે શાળાઓને સરકારની માન્યતા પ્રાપ્ત થયેલ ન હોય છતાં પણ ગેરકાયદેસર રીતે આ શાળાનાં સંચાલકો તંત્રનાં જોરે અને ભાજપના ઈશારે વાલીઓ પાસેથી ૧૫ થી ૭ હજાર ‚પીયા જેવી ફી વસુલી વિદ્યાર્થીઓને એડમીશન આપી ભોળાભલા લોકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. ત્યારે વિવિધ મુદાઓની તપાસ કરી તાત્કાલીક ધોરણે આ શાળા બંધ કરાવવા અને વાલીઓને ફીના નાણા પરત અપાવી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અન્યત્ર વ્યવસ્થા કરવાની માંગણી છે.
બંને શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે? જો ન આપી હોય તો કયાં આધારે પ્રવે આપે છે. અને ફીના નાણા વસુલે છે તેની તપાસ કરવી.
આ બંને શાળાઓનું બાંધકામ અંડર ક્ધસ્ટ્રકશન હોવા છતાં કઈ રીતે બિલ્ડીંગનો વપરાશ કરે છે. તે બાબતે કમ્પલીશન સર્ટીફીકેટ મકાન વપરાશ સહિતની તપાસ કરવી.
આ બંને શાળાઓ ગેર કાયદેસર રીતે ચાલતી હોય ત્યારે આપના વિભાગ દ્વારા કયાં પ્રકારની કાર્યવાહી કરવાની હોય છે. તે તબકકાવાર કરેલ કાર્યવાહીની વિગતો જણાવશો.
આ બંને શાળાઓ શહેરમાં અન્યત્ર કઈ કઈ જગ્યાએ ચાલે છે તેને આપવામાં આવેલ કલાસની મંજૂરી ધોરણ અને સંખ્યા સાથેની વિગતો જણાવશો.
આ બંને શાળાઓ દ્વારા આ વિસ્તારમાં શાળા શ‚ કરવા માટે આ વિસ્તારમાં આવ્યા છે તે બોગસ સહીથી રજૂ કરવામાં આવ્યા હોય તે અંગેની તપાસ કરી ફરજી ડોકયુમેન્ટ રજૂ કરવા સબબ જે ગુનો બનતો હોય તે મુજબ કાર્યવાહી કરશો.
બંને શાળાઓની માન્યતા ન હોવા છતાં પ્રવેશ આપી ફી વસુલાતી હોય તો વાલીઓ વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલી છેતરપીંડી અને વિશ્ર્વાસઘાત અંગે નિયમ મુજબ ફોજદારી ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરશો.