કાયમી સફાઇ કર્મચારી, એલઇડી લાઇટનું રીપેરીંગ રોડ-રસ્તાનું લેવલીંગ જેવી કાર્યો કરવા કોર્પોરેટરની રજુઆત

મહાનગરપાલિકાની હદમાં વધારો કરીને નગરસીમ વિસ્તારોમાં ઘણો જામનગર શહેરમાં સમાવવામાં આવ્યો તેને હાલ ૩ વર્ષ જેટલો લાંબો સમય થઇ ગયેલ છે. તેમજ વોર્ડ નં.૧ર ને નગરસીમ વિસ્તારનો એક મોટોભાગ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.

આ વિસ્તારમાં ટેકસના બીલો ર૦૧૩ ની સાલથી આપવામાં આવેલ છે પરંતુ પ્રાથમીક સુવિધા આજ દિવસ સુધી આપવામાં આવેલ નથી.

આ નગરસીમ વિસ્તારના દરેક લોકો ટેકસ ભરવા તૈયાર છે

પરંતુ જો દરેક પ્રકારની પ્રાથમીક સુવિધા કોર્પોરેશન દ્વારા પુરી પાડવામાં આવે તો ર૦૧૩ થી પણ ટેકસ આપવામાં કોઇ વાંધો નથી.

હાલમાં જયારે ચોમાસું માથે હોય ત્યારે આ વિસ્તારને જે હાલાકી ભોગવવી પડે છે તે વર્ણવી શકાય તેમ નથી જેથી  કાયમી સફાઇ કર્મચારી, એલઇડી લાઇટોનું રીપેરીંગ, રોડ-રસ્તાનું લેવલીંગ, રીપેરીંગ વગેરે જેવી માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા વોર્ડ નં.૧ર ના કોર્પોરેટર જેનલબેન ખફીએ કમિશ્નરને લેખીત રજુઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.