શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ ઝાખરીયા દ્વારા મુખ્યમંત્રી સહિતનાને ઉચ્ચકક્ષાએ રજુઆત કરાય
યાત્રાધામ દ્વારકામાં ચાલી રહેલા વિકાસકાર્યોમાં યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા સુદામા સેતુને લીધે દરરોજ હજારો ભાવિકો તથા સહેલાણીઓ તેની મુલાકાત લે છે. આ સાથે ગોમતી નદી સામે આવેલ પંચકુઈ બીચ તથા મંદિરની પણ મુલાકાત લેતા હોય આ વિરાન જગ્યામાં સુવિધાઓનો વધારો કરવા દ્વારકા શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ ઝાખરીયા દ્વારા રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ જિલ્લા કલેકટરને રજુઆત કરાઈ છે.
યાત્રાધામ દ્વારકામાં છેલ્લા દાયકામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં દેશના લોકલાડિલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ટુરીઝમના વિકાસ માટેના દુરંદેશી વિચારધારાને લઈને શ‚ કરાયેલા વિકાસ કાર્યોને લીધે શહેરમાં ઠેર-ઠેર વિકાસકાર્યો શરૂ કરવામાં આવ્યા હતા જે આજના દિવસે પણ અવિરતપણે ચાલી રહ્યા છે પરંતુ દ્વારકામાં ગોમતી નદીના સામાકાંઠાનો વિસ્તાર કે જે પંચકુઈ વિસ્તાર તરીકે જાણીતો છે ત્યાં યાત્રાળુઓ માટે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવાની જ‚રીયાત હોય યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવા પરેશભાઈ ઝાખરીયા દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે. જે મુજબ યાત્રાધામ દ્વારકા એ વિશ્ર્વ પ્રસિઘ્ધ યાત્રાધામ હોય દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે.
આ વિસ્તાર સમુદ્ર સાથે જોડાયેલો હોય આમ છતાં ગોમતી નદીનાં કારણે માનવ અવરજવર ન રહેતા આ વિસ્તાર આજસુધી નિર્જન ગણાતો હતો પરંતુ સુદામા સેતુ બન્યા બાદ અહીં હજારો યાત્રાળુઓની અવર જવર રહેતી હોય અહીં લાઈટ ,પાણી તેમજ ટુરીઝમની દ્રષ્ટિએ યાત્રાળુઓને સુવિધાસભર સાધનો વસાવાય અને આવી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરાય તો આ વિસ્તારનો નજીકના ભવિષ્યમાં ટુરીઝમની દ્રષ્ટિએ વિકાસ થાય તેમ હોય આ અંગે પગલા લેવા રાજયનાં મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી છે.