કલેકટર વિક્રાંત પાંડેએ પ્રભાવિત થઈ વધુ નવા ૪ થી ૫ પ્રોજેકટ ડેવલપ કરવા આમંત્રણ આપ્યું: સરકાર આપશે નાણાકીય સહાય
સિવિલ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે શહેરના મહત્વકાંક્ષી એવા નવા રીંગ રોડ પર પ્રપોઝડ રેસકોર્સ-૨ના પ્રોજેકટના ડેવલપમેન્ટમાં ક્ધસલટેશન કરવાનો મોકો મળે એ એક અસામાન્ય ઉપલબ્ધિ કહી શકાય. આ મોકો તાજેતરમાં રાજકોટની જાણીતા ગાર્ડી વિદ્યાપીઠના એન્જીનિયરીંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રયાસોથી અને ફેકલટીઓના માર્ગદર્શનથી સાંપળ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીની સુચનાથી રાજકોટના કલેકટર તંત્ર દ્વારા નગરજનો માટે રીક્રીએશન અને હરવા-ફરવાના સ્થળનો નવો વિકલ્પ વિકસાવવા માટે શહેરના એકમાત્ર સ્થળ રેસકોર્સ જેવું જ એક વધુ ફરવા લાયક સ્થળ, નવા ડેવલપ થઈ રહેલા રીંગરોડ પર નવું રેસકોર્ષ અથવા તો રેસકોર્ષ-૨ને જે અંગે ‘અબતક’ના આંગણે આવી ગાર્ડી કોલેજના જય મહેતા તેમજ પ્રો.રાહુલ સહિત ટીમે વિગતવાર માહિતી આપી હતી.આ માટે જ‚રી સ્થળ તપાસ અને જમીન સર્વે જેવા મુળભુત કામની શ‚આત કરવામાં આવી છે. આ અંગે ગાર્ડી કોલેજના મેનેજમેન્ટ દ્વારા તપાસ અને જમીન સર્વે જેવા મુળભૂત કામની શ‚આત કરવામાં આવી છે. આ અંગે ગાર્ડી કોલેજના મેનેજમેન્ટ દ્વારા રાજકોટ કલેકટર ઓફીસના અધિકારીઓ પાસેથી જ‚રી મંજૂરી મેળવી અને સિવિલ એન્જીનિયરીંગના છેલ્લા વર્ષના ૧૨ વિદ્યાર્થીઓ અને ૨ ફેકલટી ગાઈડને આ મહત્વકાંક્ષી પ્રોજેકટની પ્રપોઝડ સાઈટ પર સર્વેક્ષણની કામગીરીમાં જોડાવાનો મોકો મળ્યો હતો. ત્યારબાદ કલેકટર દ્વારા આ જગ્યા પર કેવા પ્રકારનું ડેવલપમેન્ટ કરવું જોઈએ તે માટે આ ટીમ પાસે સુચનો મંગાવામાં આવેલ તે સંદર્ભે તાજેતરમાં કોલેજના ટ્રસ્ટીઓ, ફેકલટીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટ કલેકટર ડો.વિક્રાંત પાંડે સમક્ષ એક પ્રેઝન્ટેશન કલેકટર ઓફિસ ખાતે રજૂ કરાયું હતું.જેમાં વિદ્યાર્થીઓએ ક્ધટુર મેપ અને મલ્ટીમીડિયા એમ બે તબક્કામાં પ્રેઝન્ટેશન રજૂ કરેલ હતું. વિદ્યાર્થીઓએ આખા પ્રેઝન્ટેશનને ત્રણ ભાગમાં વહેંચ્યું હતું. ટેકનોલોજી, હેલ્થ અને ફન ટેકનોલોજીને લક્ષમાં રાખીને વિદ્યાર્થીઓએ એવા પ્રોજેકટ રજૂ કર્યા હતા. જેમાં આધુનિક તકનીકના ઉપયોગ દ્વારા લોકોને સુવિધાઓ આપી શકાય જેમાં સસ્ટેનેબલ એનર્જીના ઉપયોગ વડે જે લાઈટીંગ રાખવામાં આવે તે સસ્ટેનેબલ હોય, વર્ટીકલ વિડ મીલ અને સોલાર રુફ વડે કુદરતી સંશાદનોના ઉપયોગ થાય તે પ્રકારના પ્રોજેકટ રજૂ કર્યા હતા. બાયોગેસના ઉપયોગ વડે ફલોટીંગ ફલાવર મ્યુઝીયમ અને ફુલ-ઝાડના વેસ્ટમાંથી મીથેન ગેસ અને ફર્ટીલાઈઝર બનાવવા અંગેના પ્રોજેકટ રજૂ કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં યોજાયેલ ફલાવર શોને અપ્રતિમ સફળતા મળી હતી અને કલેકટર તંત્ર પણ આ પ્રકારનું કોઈ કાયમી ફલાવર શો અને ગાર્ડન અહીં વિકસાવવા માટે વિચારે છે.અંગે પ્રતિક્રિયા આપતા કલેકટર વિક્રાંત પાંડેએ વિદ્યાર્થીઓને જણાવેલ કે તેઓ પાસે ૨૦૦ એકર જગ્યા છે, એક સાથે આખો વિસ્તાર ડેવલપ કરવો શકય નથી પણ જો તેને અલગ-અલગ ઝોનમાં વહેંતી અને દરેક એરીયા વિકસાવામાં આવે તો થોડા વર્ષોમાં આ શકય બની શકે. તેમણે વિદ્યાર્થીઓના આ પ્રેઝન્ટેશનથી ખુબ ખુશ થયા હતા અને તે માટે જ‚રી તમામ નાણાકીય સહાય સરકાર કરશે તેવી તૈયારી બતાવી હતી. જે બાબતને ત્યાં હાજર ગાર્ડી વિદ્યાપીઠના ટ્રસ્ટી ડી.વી.મહેતા અને કિરણ શાહ દ્વારા સહર્ષ સ્વિકારવામાં આવી હતી. કલેકટરએ આ માટે ક્ધટુર મેપ બનાવવા અને સીલેકટેડ પ્રોજેકટ માટે પ્રેઝન્ટેશન તૈયાર કરવા તેમજ આ માટે એક કોર કમીટી ગઠન કરવા વિદ્યાર્થીઓ અને સંસ્થાના ટ્રસ્ટીઓને સુચન કર્યું હતું. તેમજ આગામી સમયમાં આ ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે ફરી મળી અને તેના પર કામ શ‚ કરવા અંગે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવા જણાવ્યું હતું. આ મહત્વના પ્રોજેકટમાં સહભાગી થવા બદલા સંસ્થાને ગૌરવ અપાવવા માટે તમામ વિદ્યાર્થીઓ, પ્રાદ્યાપકો અને સિવિલ વિભાગના વડા પ્રો.વિમલ પટેલને સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા, વાઈસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા અને એન્જીનીયરીંગ વિભાગના પ્રિન્સીપાલ વિરાંગ ઓઝા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા