કેડર રિવ્યુ, એડહોક પ્રમોશનને રેગ્યુલાઈઝ, પે-પેરીટી તથા ઘણા લાંબા સમય સુધી ખાલી પડેલી જગ્યાઓ સહિતની અનેકવિધ માંગણીઓને લઈ ‘લંચ અવર ડેમોન્સ્ટ્રેશન’ કાર્યક્રમ યોજાયો
આવકવેરા વિભાગના ગેજેટેડ ઓફિસર દ્વારા સમગ્ર દેશમાં લંચ અવર ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોઈન્ટ કાઉન્સીલ ઓફ એકશન યુનિટ દ્વારા સીબીડીટીને એટલે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટેકસીસને પડતર માંગણીઓને લઈ રજૂઆત કરી હતી. આ તકે ગેજેટેડ ઓફિસર યુનિયનના કર્મચારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્ર્નો અવાર-નવાર સીબીડીટી સમક્ષ મુકવામાં આવતા હોય છે. પરંતુ પડતર માંગણીઓને લઈ કોઈ યોગ્ય ઉકેલ ન આવતા લંચ અવર ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
માંગણી અંગે જો ચર્ચા કરવામાં આવે તો ઘણા લાંબા સમયથી પડતર એવી કેડર રિવ્યુ સીસ્ટમ અને રિસ્ટ્રકચરીંગ વહેલી કરવાની પણ માંગણી ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે અને તેનો વહેલાસર ઉકેલ લાવવા પણ જણાવવામાં આવ્યું છે. જ્યારે બીજી માંગણી અંગે વાત કરવામાં આવે તો છેલ્લા ચાર વર્ષથી એસીઆઈટી તથા એસટીએસ કર્મચારીઓનું પ્રમોશન એડોક રીતે કરવામાં આવ્યું છે જેને રેગ્યુલાઈઝ કરવાની માંગ ઉઠવા પામી છે. વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન જે પ્રમોશન આપવામાં નથી આવ્યા તે તમામને પ્રાયોરીટી બેઈઝ ઉપર આપવાની પણ માંગણી તથા રજૂઆત સીબીડીટીને કરવામાં આવી છે.
આવકવેરા વિભાગના અધિકારીઓને ઈન્ટેલીઝન્સ બ્યુરો (આઈબી)ને જે સીબીઆઈને છઠ્ઠા પગારપંચ હેઠળ જે પે-પેરીટી આપવામાં આવે છે તે આવકવેરા વિભાગને પણ આપવી જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે. જોઈન્ટ કાઉન્સીલ ઓફ એકશન દ્વારા એ પણ માંગણી મુકવામાં આવી છે કે, કેડર રીક્રુમેન્ટના જે ઓર્ડરો હેઠળ જે ખાલી પડેલી જગ્યાઓ છે તેને ભરવાનું પણ સુચીત કરવામાં આવ્યું છે. આઈટીઓ એટલે કે ઈન્કમટેકસ ઓફિસર, સીનીયર પીએસની જે ખાલી જગ્યાઓ હોવા છતાં સીનીયર પીએસની ખાલી જગ્યા હોવા છતાં વેકેન્સીને ભરી અટકેલા પ્રમોશન આપવા પણ માંગણી કરવામાં આવી છે. ૧-૧-૯૬ પે-પેરીટીને લઈ જ્યુરીડીકશન દ્વારા પેન્ડીંગ મુદ્દાઓને ઝડપભેર ઉકેલ લાવવા પણ તાકીદ કરી હોવા છતાં તેનો યોગ્ય ઉકેલ આવેલ નથી. અંતમાં તેઓની માંગણી જે સીબીડીટી સમક્ષ મુકવામાં આવી છે તે તમામ ઈન્કમટેકસ ઓફિસરોને લેપટોપ આપી નોટિસ સર્વેયરને ડ્રેસ અલાઉન્સ આપવાનું પણ જણાવવામાં આવ્યું છે. આઠમો પગારપંચ આવે તે પહેલા આવકવેરા વિભાગના અધિકારીઓને છઠ્ઠા પગારપંચ હેઠળની પે-પેરીટી પણ આપવામાં આવી ની જે વહેલાસર આપવામાં આવે તેવી પણ માંગણી ઉઠાવવામાં આવી છે.