• રીસેટ એન્ટરટેઈનમેન્ટ નિર્મિત
  • કાર્યક્રમની વિગત આપવા આયોજકોએ લીધી અબતકની મુલાકાત

રંગમંચ એટલે પ્રયોગ અને નાટક એટલે સમાજનો અરીસો. આજના પ્રગતિશીલ સમયમાં જ્યારે બધું જ ઝડપથી બદલતું રહે છે ત્યારે કલા એક એવું માધ્યમ છે જે માણસને સ્થિરતાનો અનુભવ કરાવે છે. રાજકોટ પ્રયોગશીલ નાટકો ક્ષેત્રે તો વૈવિધ્ય સાથે ઓળખ મેળવી જ રહ્યું છે

કલાના નવ રસમાંથી સૌથી વધુ લોકપ્રિય રસ હોય તો એ હાસ્ય રસ અને ભયાનક રસ. લગભગ દરેક માણસને સસ્પેન્સ અને કોમેડી નાટકો જોવા પસંદ હોય જ છે અને લોકોની એ જ અપેક્ષાને ધ્યાનમાં લઈને આગામી 13 જૂનના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે રીસેટ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્માણ પામેલા બે એકાંકી નાટકો શિવમ ફાઉન્ડેશનના કલાકારો પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે.

આકાશવાણી રાજકોટના સમર્થ ઉદહોષક એવા દેવેન શાહ લિખિત ” હા હું પારમીતા સાન્યાલ ” તથા વિરાણી હાઇસ્કૂલના ખૂબ જ જાણીતા શિક્ષક અમુલખ ભટ્ટ લિખિત ” જન્મદિવસની ભેટ ” આ બે એકાંકી નાટકોનું મંચન ગૌતમ દવેના દિગ્દર્શનમાં કરવામાં આવશે. રીસેટ એન્ટરટેઇનમેન્ટ તથા ગુજરાતી ફિલ્મ કાઠિયાવાડી કોકટેલના દિગ્દર્શક એવા દિલીપભાઈ પાડલીયા આ કાર્યક્રમના પ્રમુખ આયોજક છે. મંચ પરથી લોકોને પોતાના અભિનયથી મંત્રમુગ્ધ કરવા ઉત્સુક કલાકારોમાં અલ્પેશ ટાંક, શ્રીનીલ જાની, ભાવિન મહેતા, ઉત્સવી રાણપરા, દિયા મહેતા, હર્ષ કુબાવત, જયેશ પડીયા, શમીક દવે, પ્રેરક મેર, દિવ્યેશ મહેતા, અમિત વાઘેલા, યતિન આશરા અને ભવ્ય નાગ્રેચાનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમને નિહાળવા ઈચ્છુક પ્રેક્ષકોને જણાવવાનું કે ફક્ત 150રૂ. ની સામાન્ય રકમથી શરૂ કરીને 350રૂ. સુધીની ટિકિટ હેમુ ગઢવી હોલ ખાતે બુકિંગ ઓફિસ પરથી મેળવી શકાશે. આ નાટ્યપ્રયોગમાં વિશેષ આકર્ષણની બાબત જણાવતા ટીમે કહ્યું હતું કે કાર્યક્રમમાં આગામી દિવસોમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ કાઠિયાવાડી કોકટેલના કલાકારો પણ ઉપસ્થિત રહેશે.

આ આયોજનમાં જોડાવા ટિકિટ બુકિંગ માટે સંપર્ક: +91 96629 93093 પર કરી શકે છે. કાર્યક્રમ અંગેની વિગત આપવા દિલિપભાઈ પાડલિયા, ગૌતમ દવે, શમિક દવે, ચેતસ ઓઝા, અલ્પેશ ટાંક, ભાવિન મહેતા, દિયા મહેતા, ભવ્ય નાગ્રેચાએ અબતકની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન  ચેતસ ઓઝાએ જણાવ્યું હતુ કે 13મી તારીખે હેમુગઢવી હોલ ખાતે રાજકોટના કલાકારો દ્વારા પ્રસ્તુત  હા હું પારમીતા સાન્યાલ તથા જન્મદિવસની ભેટ બે એકાંકી નાટકો દર્શકોને જોવા મળશે. જેમાંથી હા હું  પારમીતા સાન્યાલ હોરર, કોમેડી, થ્રીલરથી ભરપૂર છે. જયારે જન્મદિવસની ભેટ કોમેડી નાટક છે. જે દર્શકોને ખૂબ જ પસંદ પડશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.