સ્થાનિક ‘અનઓર્ગેનાઈઝડ’ સેકટરોની માળખાકીય અસુવિધા દૂર કરી તેને ધમધમતું કરવું જોઈએ
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસીએશન દ્વારા કેન્દ્ર સરકારને અર્થતંત્રને ધબકતુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે જો જીડીપી ગ્રોથની વાત ક્રીએ તો હાલ જીડીપી ગ્રોથ ૫ ટકાનો છે જે ૮ ટકા હોવો જોઈએ અને આના માટે અર્થતંત્રની માળખાકીય અસુવિધા કારણ ભૂત છે.
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના જણાવ્યા અનુસાર આપણે એવું કહીએ છીએ કે વૈશ્ર્વિક મંદી છે પરંતુ અમે તેની સાથે સહમત નથી કેમકે આપણી ઈકોનોમી સ્થાનિક છે. અને સ્થાનિક ઈકોનોમીને પ્રોત્સાહન આપવામાં આવે તો મંદીનો માર દૂર થઈ શકે છે.
દેશમાં ઓટો મોબાઈલ સેકટર, ટેક્ષટાઈલ સેકટર, એફએમસીજી જેવા વિકસતા સેકટરોમાં અનેક સમસ્યાઓ છે. જેને વૈશ્ર્વિક અર્થતંત્ર સાથે કઈ જ લાગતુ વળગતુ નથી. પરંતુ આ સ્થાનિક ઉદ્યોગોની સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ. જોકે આપણી નિતિવિષયક નબળાઈ છે કે આપણે આ સ્થાનિક સેકટરોની સમસ્યા નિવારી શકતા નથી.
આપણા દેશના અનઓર્ગેનાઈઝ સેકટર કે પબ્લીક સેકટર યુનિટની કેટલીક સમસ્યાઓનું નિરાકરણ આવે, માળખાકીય અસુવિધાઓનો નિવેડો આવે તો ઈકોનોમી વધુ મજબૂત બને.
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોશીએશનની રજૂઆત છે કે જે રીતે પીનટ પ્રમોશન કાઉન્સીલના મુદા પર કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. તે રીતે જો સ્થાનિક સેકટરોની દિશામાં કાર્ય કરાય તો પબ્લીક સેકટર યુનિટ ધમધમશે. સરકાર જે રીતે પબ્લીક સેકટર યુનિકમાં ડીસ ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે તે યોગ્ય નથી એક ઉદાહરણ તરીકે જો પોતાના નિજી સ્વાર્થ માટે કે નિજી જરૂરીયાતો પૂરી કરવા માટે આપણો ફેમીલ ગોલ્ડ વેચી ન શકાય તેવી જ રીતે જો સ્થાનિક સેકટરોને પ્રોત્સાહ્તિ કે સુવિધા આપવામા ન આવે તો જુનુ સોનુ વેચ્યા બરાબર છે. આથી સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસો. કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારને આ અંગે કોઈ ઠોસ પગલા લેવા રજૂઆત કરે છે.