પ્રકાશ ધામેચચા પ્રસ્તુત ‘તાલ કે રંગ, શ્યામ કે સંગ’કાર્યક્રમમાં શ્રોતાઓ આફરીન: પૂ. પરાગકુમારજી મહોદયની અતિથિ વિશેષ પદે ઉ૫સ્થિતિ
તાજેતરમાં બાળ કલાકાર શ્યામ ધામેચાની અનોખી પ્રતિભા ખીલવવા પ્રકાશ ધામેલા પ્રસ્તુત તાલ કે સંગ, શ્યામ કે સંગ કાર્યક્રમ યોજાયો હતો. બાળ કલાકાર શ્યામ ધામેચાએ ભારતીય અને વિદેશી તાલવાદ્યો દ્વારા તાલવૈવિઘ્યની સુરીલી રમઝઠ બોલાવી હતી. આ પ્રસંગે પૂ.પા. ગોસ્વામી પરાગકુમારજી મહોદય અતિથિપદે ઉ૫સ્થિત રહ્યા હતા આ ઉપરાંત હપ્પુખાંસાબ, હરેશદાન ગઢવી, ડો. પુરૂષોતમભાઇ જાદવ, હિંમતલાલ ચૌહાણ, દિપકભાઇ પીઠડીયા, ચંદ્રકાન્તભાઇ પટેલ, સુરેશભાઇ કણસાગરા, કમલેશભાઇ અધેરા વગેરે ઉપસ્થિત રહ્યા છે.
દરરોજ ત્રણથી ચાર કલાક રિયાઝ, ભવિષ્યમાં મ્યુઝીક ડિરેકટર બનવાની ઇચ્છા: સંગીતકાર શ્યામ ધામેચા
અબતક સાથેની વાતચીતમાં સંગીતકાર શ્યામ ધામેચાએ જણાવ્યું હતું કે હેમુ ગઢવી હોલ ખાતે તાલ કે રંગ શ્યામ કે સંગ યોજવામાં આવ્યો હતો. જેમાં હું વિવિધ વાંજીત્રો સાથે ફોક, વેસ્ટર્ન, કલાસીક રિધમ પર વિવિધ સંગીત કરવાનો છું. રિધમના દરેક ઇન્સ્ટુલમેન્ટ હું વગાડી શકુ છું પરંતુે તબલા એ વેસ્ટર્ન ઇન્સ્ટુલમેન્ટ પર મારી વધુ પકડ છે. બાળપણમાં હું જયારે હવેલીમાં જતો ત્યારે પખાવતને એ સાંભળી ત્યારથી મને પણ આ ફિલ્ડમાં આગળ વધવાની પ્રેરણા મળી ત્યારબાદ સંગીતના કલાસીસ ચાલુ કર્યા. હર રોજ ત્રણ થી ચાર કલાક રિયાઝ કરી હું પ્રેકટીસ પણ કરું છું. તબલામાં ઝાકીર હુશેનને હું આઇડલ માનું અને રિધમમાં સિવામણી સરને માનું છું. હાલમાં કિશોરભાઇ ચોટલીયા પાસે હું કેળવણી લઇ સંગીતની પ્રેકટીસ કરુ છું. ભવિષ્યમાં તબલામાં વિસારત કરી રિધમ એરેન્જર અને મ્યુઝીક ડીટેકટર બનવાની ઇચ્છા છે.
શ્યામ રિધમના કોઇપણ ઇન્સ્ટ્રુમેન્ટ ખુબ સારી રીતે વગાડી શકે છે: ગુરુ કિશોર ચોટલીયા
અબતક સાથેની વાતચીતમાં શ્યામ ધામેચાના ગુરુ કિશોરભાઇ ચોટલીયાએ જણાવ્યું હતું કે શ્યામ જયારે ચાર વર્ષનો હતો ત્યારથી તેણે તબલા શીખવાનું શરુ કર્યુ. અને અત્યાર સુધી રિધમના કોઇપણ ઇન્સ્ટુમેન્ટ પર તેની સારી રીતે પોતાની સમજદારીએ ખુબ સરસ રીતે વગાડી શકે છે. શ્યામ રોજ ત્રણ-ચાર કલાક પ્રેકટીસ કરે છે અને સાથે સાથે અભ્યાસમાં પણ એટલું જ ઘ્યાન રાખે છે. શ્યામને ભવિષ્યમાં સારા રીધમીસ્ટ બનવાની ઇચ્છા છે અને તેના મળેલ તે મહેનત પણ કરી રહ્યો છે. શ્યામ મુખ્યત્વે તબલા, ઢોલ અને ડ્રમ પર સારી એવી પકકડ મેળવી વગાડી શકે છે. શિષ્ય જયારે આટલી મહેનત કરી પ્રગતિ કરે ત્યારે ખુબ જ આનંવ થાય છે અને ખુબ જ સારુ લાગે છે.
કોઇપણ ક્ષેત્રમાં બાળક સારૂ પ્રદર્શન કરે તે જ સાચું શિક્ષણ: ભરતભાઇ ગાજીપરા
અબતક સાથેની વાતચીતમાં શ્યામના અભ્યાસી ગુરુ સર્વોદય એજયુકેશન નેટવર્કના ભરતભાઇ ગાજીયરાએ જણાવ્યું હતું કે શ્યામને બાળપણથી સંગીતકલા પ્રત્યે આકર્ષિત હતો. ૧પ જેટલી ઇવેન્ટમાં ભાગ લઇ ૧૩ ઇવેન્ટમાં તે પ્રથમ ક્રમાંકે આવ્યો છે અને કલાકુંભમાં પણ શ્યામ પ્રથમ આવ્યો હતો. શાળાના કાર્યક્રમમાં પણ શ્યામ અગ્રેસર હોય છે. નાની ઉમરે જે સંગીત પ્રત્યેની બાળ પ્રતિભા છે તે ખરેખર બિરદાવા લાયક છે અને સારુ શિક્ષણ એ જ છે જેમાં સંગીત, રમત-ગમ્મત કે કોઇપણ ક્ષેત્રમાં બાળક જયારે સારુ પ્રદશન કરે તેને જ સારુ શિક્ષણ કહેવાય છે. શિક્ષણ સાથે કેળવણી આપવી એજ મારો અભિગમ છે શ્યામની સંગીતની ક્ષમતા લેતા ઘર અને શાળાથી જ ખીલેલી છે. સંગીત સાથે અભ્યાસમાં પણ તે પુરતુ ઘ્યાન આપે છે. જયારે કોઇ વિઘાર્થી આટલું સારુ કાર્ય કરે ત્યારે ગૌરવની લાગણી ફીલ થાય અને એવું લાગે છે કે જગતની જેલ બંધ કરી રહ્યા છે અને આવી પ્રતિભાવો ઉભરે તો દેશમાં આવી વિવિધ પ્રતિભાઓ કેળવાય તો તેનો આનંદ આવે છે.
સામાન્ય જીવન માટે જ નહિ, ભકિતમાં પણ સંગીતનું ખુબ મહત્વ: પરાગ સ્વામી
અબતક સાથેની વાતચીતમાં પરાગ સ્વામીએ જણાવ્યું હતું કે આજે ખુબ ગૌરવની વાત છે કે અમારા શિષ્ય એવા શ્યામ ધામેચા કે જેનામાં રહેલી કલાને માન રાખી તેમનામાં રહેલું શ્રેષ્ઠ હુન્નર છે તેનું સુંદર આયોજન હેમુ ગઢવી હોલમાં કરવામાં આવ્યું છે. તો સંગીતએ જીવનમાં ખુબ જરુરી છે. માત્ર સામાન્ય જીવન માટે નહી પરંતુ ભકિતમાં પણ સંગીતનું એટલું જ મહત્વ છે. અમારા પુષ્ટિમાર્ગમાં પણ હવેલી સંગીત કે જે ધુમધમાલ અને ખ્યાસ ગાયકીથી હટીને એક એવી વિશિષ્ટ પરંપરા છે. જે આજથી લગભગ પપ૦ વર્ષ પહેલા શરુ થઇ હતી અને એ હવેલી સંગીતની પરંપરા ભકિત માટે ઉપયોગી છે. કારણ કે પ્રભુને કોઇ પણ શબ્દો દ્વારા આપણે અભિવ્યકિત રજુ તો કરીએ તેની સાથે સુર-તાલની સંગત ભળી જાય તો ચોકકસ પણે ભકિત વધુ પ્રબળ થઇ જાય છે. માટે આ તાલ કે રંગ શ્યામ કે સંગ જે એક સુંદર આયોજન તેમના પિતા પ્રકાશભાઇ ધામેચા કર્યુ છે. અને મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ કાર્ય છે એ બાળકને પ્રોત્સાહીત કરવા માટે અને હું અભિલાષા કરું છું કે એ શ્યામ ધામેલા ભવિષ્યમાં ખુબ સારો કલાકાર બને અને ૫રિવાર તથા સંપ્રદાયનું નામ ઉચુ કરે તેવા આશીર્વાદ પાઠવું છું.