આગામી એક વર્ષમાં દેશમાં 10 લાખ નોકરી ઉપલબ્ધ કરાવાશે
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરતી અભિયાન રોજગાર મેળાનો વિડીયો કોન્ફરન્સીગથી પ્રારંભ કર્યો હતો. આ અંગેના સમારોહમાં અલગ અલગ પ0 સ્થળોએ 75 હજાર જેટલા નવી ભરતી થયેલા કર્મચારીઓને નિમણુંક પત્રો અર્પણ કરાયા હતા. આગામી એક વર્ષમાં 10 લાખ નોકરીઓ ઉપલબ્ધ કરાવાશે. અમદાવાદ ખાતે રેલવે રાજયમંત્રી દર્શના જરદોશ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.