વિદ્યાર્થીઓ માટે વિવિધ શ્નુંલોક ગાયન તેમજ સુવર્ણપ્રાશન ટીપા આપી ઉજવણી કરાય
આજરોજ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શિક્ષણ જગતમાં ખ્યાત નામ નિધિ સ્કૂલ દ્વારા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ શ્લોકો અને સુવર્ણ પ્રાસના ટીપા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શિવ પૂજા તેમજ મહાદેવના મહિમા અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. શ્રાવણ માસના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન પ્રદાન કરવામાં આવ્યું હતું.
આજના શુભ દિવસે પુષ્ય નક્ષત્ર નિમિત્તે તમામ વિદ્યાર્થીઓને સુવર્ણ પ્રાર્થના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ પણ રાખેલ હતો જેમાં તમામ નાના ભૂલકાઓએ સહર્ષ અને ઉલ્લાસ સાથે શ્રાવણ માસની શરૂઆત કરી છે.
વિદ્યાર્થીની મકવાણા નીરાલી
નિધિ સ્કૂલની અવલ નંબરે આવતી છાત્રા ધોરણ 5 માં અભ્યાસ કરતી નિરાલીએ અલગ અલગ સંસ્કૃત શ્લોકો તેમજ શ્રાવણ મહિનો મહાદેવનો મહિનો છે અને શ્રાવણ માસમાં ઘણા બધા તહેવારો આવે છે જેમકે ફૂલકાજળી રક્ષાબંધન જન્માષ્ટમી વગેરે આવે છે તેમજ સોમનાથ અને કેદારનાથ મહાદેવના પ્રસિદ્ધ મંદિર છે તેન વર્ણન કરેલ છે.
યશપાલસિંહ ચુડાસમા (મેનેજિંગ ડિરેક્ટર)
નિધિ સ્કૂલના મોભી અબ તક સાથે જણાવ્યું કે શ્રાવણ સુદ એકમ શિવજીના મહિનાની શરૂઆત જેમાં સ્કૂલના નાના બાળકો એ ભગવાનનું સ્વરૂપ કહેવાય તેમ જ બાળકો દ્વારા સ્કૂલમાં શિવની સ્થાપના કરવામાં આવી અને જણા અભિષેક તેમજ બિલ્વ અને ફૂલનું અર્પણ કરાયું; આજે સિદ્ધિઓગ પણ છે અને પુષ્ય નક્ષત્ર પણ છે જે અર્થે સ્કૂલના નાના બાળકોને સુવર્ણ પ્રાસના ટીપા પણ પીવડાવવામાં આવેલ છે.