લગ્નના દિવસો જેમ-જેમ નજીક આવતા જાય છે તેમ-તેમ યુવક-યુવતીના હૃદયની ધડકન પણ વધતી જાય છે.જીવનના આ સૌથી ખાસ દિવસ માટેની તૈયારીઓ પણ ખાસ હોવી જોઈએ,સમજી-વિચારીને લગ્નનું પ્લાનિંગ સમયસર કરી લેવું. આમ કરવાથી ઘણી મુશ્કેલીઓ આપોઆપ જ દૂર થઇ જાય છે. તો જાણી લો તમે પણ લગ્નની તારીખ નક્કી થાય ત્યારે મેરેજ માટે શું કરવું પ્રિ-પ્લાનિંગ…
લગ્નના પ્રિ-પ્લાનિંગમાં એ પણ મહત્વનું છે કે, કેટલીક બાબતો બન્ને પક્ષે મળીને નક્કી કરે. એવામાં ક્યારેક સાસરા પક્ષની સલાહ પણ લેવી જેથી તેઓ શું વિચારે છે એ જાણી શકાય.
મહેમાનોની યાદી બનાવી લેવી જેથી જમણવારનું બજેટ બનાવવામાં સરળતા રહેશે.
બ્યુટીશિયન અને મહેંદીવાળીને પણ બુક કરી લો. અન્યથા લગ્નની સિઝનમાં તેઓ સમય પર નહિં મળે તો મોં માંગી કિંમત લેશે.
તમારી જરૂરિયાત અને આર્થિક સ્થિતિ અનુસાર લગ્નનું બજેટ નક્કી કરો. બજેટ બનાવતી વખતે 25 ટકા વધારે ખર્ચની શક્યતાને ઘ્યાનમાં લઈને જ બજેટ બનાવવું. એવા ઘણા ખર્ચા હોય છે જેના વિશે આપણે વિચાર્યું પણ નથી હોતું.
ડાયટિશિયનને મળીને તમારો ડાયેટ પ્લાન બનાવીને એ અમલમાં મૂકવાનું શરૂ કરી દો.
જો તમારું બજેટ ઓછું હોય તો માત્ર દેખાડો કરવા માટે ખોટા ખર્ચા ન કરો. તમારા નજીકનાં સગાંને આમંત્રણ આપીને સાદાઈથી પણ લગ્ન કરી શકાય છે.
લગ્ન અને રિસેપ્શન માટેનો હોલ પહેલા જ બુક કરાવી લેવો અને એ પણ અગાઉથી જાણી લેવું કે જો કોઈ કારણસર લગ્નની તારીખ આગળ-પાછળ થાય તો કેન્સલેશન, રિફંડ અને રિશેડ્યુલિંગની શું વ્યવસ્થા છે.