લખન ચાવડા નામનો બુટલેગરે જેલમાંથી છુટયા બાદ પત્રકારના ઘેર જઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી છે
જામનગરમાં બુટલેગરો બેફામ થયા છે. થોડા દિવસ પહેલા એક ખાનગી ચેનલના પત્રકાર નથુ રામડાના ઘરે લખન ચાવડા નામનો બુટલેગર તેમના ઘરમાં ઘૂસી અને પત્રકાર ઘરે ન હોય ત્યારે તેમના પત્નીને અને બાળકો સાથે બીભત્સ વાણીવિલાસ આચરે છે. ત્યારબાદ પત્રકાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસ તેની ધરપકડ કરી અને ૨૪ કલાક લોકઅપ કરે છે.
ત્યારબાદ ત્રણ ચાર દિવસ બાદ લખન જ્યારે જામીન મુક્ત થાય છે ત્યારે તે પોતાની ધાક જાળવી રાખવા માટે ફરીથી પત્રકારના ઘરે જાય છે અને આ વખતે તેને છરી બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે પત્રકાર ના બાળકો અને પત્ની ખૂબ ગભરાઈ જાય છે. ત્યારબાદ ફરીથી તેમના દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે છે અને પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરતા લખનને પકડી પાડવામાં આવે છે અને તેને ૨૪ કલાક બાદ જામીન મુક્ત કરવામાં આવે છે.
પોલીસ ખાતામથી છૂટ્યા બાદ ફરી ત્રણ ચાર દિવસ બાદ બુટલેગર તેમના બીજા ત્રણ-ચાર સાથીઓ સાથે ફરી પત્રકારના ઘરે જાય છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે આ વખતે ભયભીત થયેલા પરિવારજનો જામનગર છોડી અને હિજરત કરવાનું નક્કી કરે છે ત્યારે જામનગર પત્રકાર જગતમાં ઘેરા પ્રત્યાઘાત સાથે બધા પત્રકારો એકત્ર થઈ અને બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી થાય તે માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવે છે અને દર વખતની જેમ આ વખતે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે છે અને આ વખતે પોલીસ તંત્ર દ્વારા પત્રકાર ના ઘરે પોલીસ રક્ષણ આપવામાં આવે છે. અને ત્યાં વિસ્તારમાં પોલીસ લોક દરબાર યોજાય છે.
દુનિયાની ચોથી જાગીર જ સલામત ન હોય તો સામાન્ય માણસનું શું? શા માટે બુટલેગરો બેફામ થયા છે? જો આ બુટલેગર પોલીસના હાથમાં આવશે અને ફરી છૂટી અને પત્રકારના પરિવાર પર હુમલો કરે તો તેમની સુરક્ષાની જવાબદારી કોની? એવા અનેક સવાલો થી પત્રકાર જગતમાં રોષ ફેલાયો છે. ખરેખર ક્યારે પત્રકારને મળશે ન્યાય,,? કે પછી ઘીના થામ માં ઘી પડી જશે તેવા અનેક સવાલો ઉઠવા પમ્પયા છે.
શુ તંત્ર દ્વારા કોઈ પાશા ની કાર્યવાહી થશે કે તેમાં પણ હજુ વધુ ગુન્હા બને તેની રાહ જોવાની રહેશે.