પાકિસ્તાન સરહદ પર અવાર-નવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી ભારતને છંછેડી રહ્યું છે. ત્યારે અમેરિકાએ હાલ પાકિસ્તાન નવી પ્રકારના પરમાણુ હયિાર બનાવતું હોવાની ચેતવણી આપી છે. પાકિસ્તાન વર્ષોથી પરમાણુ યુદ્ધની ધમકીઓ આપી દબડાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે ફરીથી પરમાણુ ક્ષેત્રે પાકિસ્તાનની અવળચંડાઈ દુનિયા સમક્ષ આવી ગઈ છે.
અમેરિકાના ઈન્ટેલીઝન્સ ચીફ દાન કોટસ દ્વારા તાજેતરમાં ચેતવણી અપાઈ છે કે, પાકિસ્તાને નવી પ્રકારના પરમાણુ શો ડેવલોપ કર્યા છે. જેમાં શોર્ટ રેન્જ, ટેકટીકલ હયિારનો સમાવેશ યો છે. આ હયિારો નજીકના દેશો માટે ખૂબજ ઘાતક પુરવાર થઈ શકે છે. આ ઉપરાંત દરિયાઈ ક્રુઝ મિસાઈલ, હવાથી હવામાં મારણ કરતી ક્રુઝ મિસાઈલ, લાંબા અંતરની મિસાઈલ સહિતના શોનું પાકિસ્તાને નવી પદ્ધતિી નિર્માણ કર્યું છે.
એક તરફ પાકિસ્તાનની ટીકા કરનાર અમેરિકાએ બીજી તરફ પાકિસ્તાનને ૩૫૧ મીલીયન ડોલરની સહાય કરવાની તૈયારી બતાવી છે. અલબત આ સહાય પાકિસ્તાન પોતાની નીતિમાં સુધારો કરશે તો જ કરવામાં આવશે તેવું જણાવાયું છે. વર્ષ ૨૦૧૮માં પાકિસ્તાનને ૩૪૧ મીલીયન ડોલરની સહાય અમેરિકાએ કરી હતી. હવે ૩૫૧ મીલીયન ડોલરની સહાય કરવાનો નિર્ધાર અમેરિકાએ કર્યો છે. જો કે, આ જાહેરાત પાકિસ્તાનના ર્આકિ બજેટ પહેલા થઈ હોવાથી પાકિસ્તાનનું નાક દબાવવાનો પ્રયાસ અમેરિકાએ કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનને ચૂકવવામાં થતી ૫ બીલીયન ડોલરની સહાય અમેરિકા આપશે. જો કે, આ સહાય સૈનિકોને આતંકવાદ વિરુધ્ધ લડવાની શરત ઉપર આપવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રમ્પે પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ અમેરિકાની સેનેટે પાકિસ્તાનને ર્આકિ સહાય ન આપવાની તૈયારી કરી હતી. અલબત હવે પાકિસ્તાન જો આતંકવાદ વિરુધ્ધ કડક પગલા લેશે તો જ ર્આકિ સહાય મળશે તેવી શરત રાખવામાં આવી છે.