ડુંગળીના ભાવ આસમાને પહોંચે તે પહેલા ૫૦,૦૦૦ ટન બફર સ્ટોક કરી પાળ બાંધશે સરકાર
ગરીબોની કસ્તુરી ડુંગળી ગરીબોને રડાવે નહીં તે માટે આ વર્ષે સરકારે ડુંગળીના ઓછા ઉત્પાદન ને ઘ્યાનમાં લઇ ડુંગળીનો બફર સ્ટોક કવરાનો પ્રારંભ કર્યો છે. મહત્વનું છે કે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન ડુંગળીની ઉપજ લેવાતી હોય છે અને આ વર્ષે ઓછા વરસાદને કારણે ડુંગળીના ઉત્પાદન પણ ઓછું થઇ રહ્યું છે. જેને કારણે આ વર્ષે સરકારે પાણી પહેલા પાળ બાંધી પ૦ હજાર ટન ડુંગળીનો સ્ટોક બફર કર્યો છે.
મહત્વનું છે કે પાણીની તંગીના કારણે ડુંગળીનું ઉત્પાદન ઓછું થઇ રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રની ખુબ જ જાણીતી રાબી ડુંગળીનો ભાવ પણ હાલ ખુબ જ ઓછો છે રાબી ડુંગળીની માંગ એપ્રીલ-નવેમ્બરમાં વધારે હોય છે.
મહારાષ્ટ્રમાં ૬૦ ટકા ઉત્૫ાદન ડુંગળીનું લેવામાં આવે છે જો કે પાણીની અછતના કારણે ડુંગળી માર્કેટમાં ઓછી જોવા મળી રહી છે. ત્યરે ગૃહીણીઓનું બજેટ ખોરવાય નહી અને યોગ્ય ભાવે ડુંગળીનું મળી રહે તે માટે સરકાર બફર સ્ટોક કરવાનું નકકી કર્યુ છે.
મહત્વનું છે કે ક્ધઝયુમર અફેયર્સ મીનીસ્ટરી દ્વારા ૨૦૧૯-૨૦ માં ૧૬.૧૫ લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક કરવાનું નકકી કર્યુ છે. જેમાંથી ૧૧.૫૩ લાખ ટન ડુંગળી નો બફર સ્ટોક કરી દેવામાં આવ્યો છે. જયારે વધુ ડુંગળીનો સ્ટોક ધરેલું બજારમાંથી સ્ટોક કરવામાં આવશે. ટુંકમાં ડુંગળી હાલ જે ૧૦૦ રૂપિયા થી ચાર થી પાંચ કિલો મળી રહે છે તે સીઝન વગર પ૦ રૂપિયે કિલો મળે છે જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જાય છે અને આ પડકાર સામે સરકારે ડુંગળીના બફર સ્ટોક રી પાણી પહેલા પાળની નીતી અપનાવી છે.