જીએસટી માટે ગુજરાત સરકાર સંપૂર્ણ સજ્જ: ‚પાણી ઉપરાંત ભાજપના અન્ય મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી અને અમિત શાહની બેઠક

વર્ષ ૨૦૧૯ લોકસભાની ચૂંટણી માટેનો રોડ મેપ નવીદિલ્હી ખાતે મળેલી નીતિ આયોગની બેઠકમાં ઘડાઈ ગયો છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે ભાજપના ૧૩ મુખ્યમંત્રીઓ અને પાંચ ઉપ મુખ્યમંત્રીઓ સો ત્રણ કલાક લાંબી મેરેોન બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ ચૂંટણીઓમાં જીત મેળવવા ઘડાયેલી રણનીતિ અંગે ચર્ચા ઈ હતી. નીતિ આયોગની બેઠકમાં મુખ્યમંત્રી ‚પાણીએ મહત્વની વિગતો પૂરી પાડી હતી.

નવી દિલ્હી ખાતે નીતિ આયોગની ત્રીજા ગવર્નિંગ કાઉન્સિલની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત તરફી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મુખ્ય સચિવ જે.એન.સિંઘ ઉપસ્તિ રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના કૃષિ ઉત્પાદન, રોજગારી, કૌશલ્યવર્ધન, ખુલ્લામાં શૌચક્રિયા-મુક્ત ક્ષેત્ર, ડિજિટલ ઈકોનોમી અને આધાર બેઝ્ડ ડિજિટલ વ્યવહારોના અમલીકરણની દિશામાં યેલી ઉલ્લેખનીય કાર્યવાહી બાબતે વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતે દેશમાં ઉચ્ચત્તમ પ્રગતિશીલ ક્ષેત્ર તરીકે નામના મેળવી છે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ-ઉત્પાદનમાં ૫ ગણો વધારો યો છે. કૃષિ ક્ષેત્રે ૧૭ વિષયો માટે ગુજરાતે અગ્રેસર રહીને કામ કર્યું છે. એવી જ રીતે મજૂર કલ્યાણ, ઉદ્યોગોસાહસિકતા, કૌશલ્ય વર્ધનના જોડાણો માટે પણ ગુજરાતે જડબેસલાક પગલાં ભર્યા છે. ગુજરાતમાં ૨૦૦૯માં સ્કીલ ડેવલપમેન્ટ મિશનની સપના કરવામાં આવી હતી. તેના દ્વારા અમલીકરણ યા પછી દેશભરમાં રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર બન્યું છે.૨૦૧૫-૧૬માં રોજગાર વિનિમય કચેરી દ્વારા ૬ લાખી વધુ રોજગારીઓ આપવામાં આવી હતી. ગુજરાતમાં યોજાયેલા મેગા જોબ ફેરમાં ૧ લાખી વધુ યુવાનોને રોજગારીઓ પ્રાપ્ત ઈ હતી. સ્વચ્છ ભારત અભિયાનમાં પણ ગુજરાત સતત મોખરે રહ્યું છે એમ જણાવીને તેમણે કહ્યું હતું કે, શહેરી વિસ્તારોમાં ૧૦૦ ટકા ખુ્લ્લામાં ઓડીએફ (શૌચક્રિયા મુક્ત ક્ષેત્ર) ઉપરાંત પ્રાયમરી અને સેક્ધડરી કલેકશન માટે ટીપીઆઈની સોસો ૭૫,૮૦૦ વાહનો દ્વારા ડોર-ટુ-ડોર કલેકશનની ૧૦૦ ટકા સિદ્ધિ ગુજરાતે પ્રાપ્ત કરી છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ડિજિટલ ઈકોનોમી અને આધારના અમલીકરણ બાબતે સરકાર દ્વારા નક્કર પગલાં ભરાયા છે. ગુજરાત સેવાસેતુ, જી-દવા, અમૃતમ, અમૃતમ વાત્સલ્ય યોજના, જમીન સુધારણા, ડિજિટલ ટાઉનશીપ જેવા વિષયોમાં મોખરે રહ્યું છે. વડાપ્રધાન દ્વારા નિયત કરાયેલા ૨૫૦૦ કરોડના ડિજિટલ વ્યવહારોના લક્ષ્યાંકને હાંસલ કરવા ઝૂંબેશ ચલાવાઈ રહી છે. વાજબી ભાવની દુકાનોમાં પણ તેનો ઉપયોગ કરાયો છે.

૫૧ ટાઉનશીપ, એક તાલુકો, ૪૫૦ ગામડા ૧૦૦ ટકા ડિજિટલ પેમેન્ટ ઈનેબલ્ડ બનાવાયા છે. જેનેરિક -ડ્રગ અવેરનેસ ફોર વાઈડર એક્સેપ્ટેબિલીટી (જી-દવા) એપ શરૂ કરી છે.

તેમણે કહ્યું હતું કે, નવા જીએસટી પ્લેટફોર્મ સો તેના પ્રવર્તમાન ટેક્ષ માળખાના સંધાન માટે ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ છે.

તેના કરદાતા ટ્રેડિંગ સમુદાયમાં કોઈપણ પ્રકારની તકલીફ વિના સરકારે ૮૭ ટકા એટલે કે, ૪.૬૬ લાખ જેટલા ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્ષ પેયર્સની નોંધણી કરી છે. રાજ્ય સરકાર ટ્રેડ એસોસિએશનના સહયોગી નાના-વેપારીઓ અને કારોબારીઓને આ વ્યવસ સો સાંકળવામાં મદદરૂપ બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.