કોરોના વોરિયર્સને સંક્રમણથી બચાવવા રેલવે હોસ્પિટલના નર્સે બનાવ્યા માસ્ક ફેસ-શિલ્ડ
કોરોના સંક્રમણ સામે સમગ્ર દેશ ઝઝુમી રહ્યો છે ત્યારે ડોકટર, મેડીકલ સ્ટાફ અને સફાઇ કર્મીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. કોરોના વોરિયર્સને સંક્રમણથી બચાવવા રાજકોટ રેલવે હોસ્પિટલના નર્સ જયોત્સના મકવાણાએ પ્લાસ્ટીક ફેસ માસ્ક શિલ્ડ તૈયાર કર્યા છે.
હોસ્પિટલમાં કામ કરતી વેળાએ ડોકટર, નર્સ વગેરે માસ્ક પહેરે છે તેમ છતાં આંખનો અમુક ભાગ ખુલ્લો રહી જાય છે તેમ છતાં આંખનો અમુક ભાગ ખુલ્લો રહી જાય છે ત્યાર: કોઇના છીંકવાથી કે ખાંસી ખાવાથી ચેપ ન ફેલાય તે માટે સારા ગુણવતાવાળા પ્લાસ્ટિક નો ઉપયોગ કરી જયોત્સના મકવાણાએ પ્લાસ્ટિક ફેસ શિલ્ડ બનાવ્યાં છે.
રાજકોટ રેલવે હોસ્૫િટલના મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડો. આર.વી. શર્માની પ્રેરણાથી મકવાણાએ પોતાની ડયુટી પુરી કર્યાબાદ આ પ્રકારના માસ્ક બનાવ્યાં છે. અત્યાર સુધીમાં તેણે આવા રપ માસ્ક બનાવ્યા છે. અને મેડીકલ સ્ટાફને વિતરણ કર્યા છે. તેઓનું આ કાર્ય હજુ ચાલુ જ છે. તેમ જ અન્ય રેલવે હોસ્પિટલના મેડીકલ સ્ટાફને પણ આવા માસ્ક આપવામાં આવનાર હોવાનું યાદીમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રેલવે તંત્ર પોતાના કર્મચારીઓનાં આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. રેલવે કર્મચારીઓ નિરોગી રહીને સેવા આપી શકે તે માટે રેલવે તંત્ર દ્વારા વિવિધ તકેદારી રાખવામાં આવી રહી છે. જેનાં ભાગરૂપે રેલવે હોસ્પિટલનાં સ્ટાફ માટે પ્લાસ્ટિક ફેસ માસ્ક શિલ્ડ તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે કોરોનાની મહામારી વચ્ચે કોઈ કર્મચારીને ચેપ ન લાગે તે માટે વિવિધ પ્રકારનાં તકેદારીનાં પગલા પણ રેલવે તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે.
રાજકોટ રેલવે ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા કુલીઓ-સફાઈ કર્મીઓને આર્થિક સહાય
લોકડાઉનમાં તમામ મુસાફર ટ્રેનો બંધ હોય જેથી કામ કરતા કુલીઓ અને સફાઈ કામદારોની આવક બંધ થઈ ગઈ છે ત્યારે રેલ પ્રશાસનની પહેલથી ટિકિટ ચેકિંગ સ્ટાફે આવા જરૂરતમંદોને આર્થિક સહાય કરી છે. રાજકોટ મંડળનાં ટિકિટ ચેકિંગ સ્ટાફે સંવેદનશીલતા દાખવી રાજકોટ સ્ટેશનના ૨૮ કુલીઓ અને ૩૪ સફાઈ કર્મચારીઓ સહિત ૬૨ જરૂરતમંદોને પ્રતિ વ્યકિત રૂા.૧૧૦૦ની આર્થિક સહાય કરવામાં આવી છે. અત્રે એ પણ નોંધનીય છે કે થોડા દિવસ પૂર્વે જરૂરતમંદોને આવશ્યક રાશનકિટ પણ અપાઈ હતી. આ તકે રાજકોટ મંડળનાં વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ, રાકેશકુમાર પુરોહિત, અસલમ શેખ, કે.સી.ગુર્જર તથા રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.