અથાણું દરેક ખોરાકનો સ્વાદ વધારે છે. તમે ઘરે અનેક પ્રકારના અથાણાં બનાવી શકો છો.આજે અમે તમને લીલા મરચાના અથાણાની રેસિપી જણાવીશું, તે બનાવવી ખૂબ જ સરળ છે.

સામગ્રી

૨ ટેબલ સ્પૂન રાઈના કુરિયા

૧ ટેબલ સ્પૂન મેથી નાં કુરિયા

૨ ટેબલ સ્પૂન નમક

૧/૪ ટી સ્પૂન હિંગ

ac

૧/૨ ટી સ્પૂન હળદર પાઉડર

 

૩ ટેબલ સ્પૂન તેલ

૧ નંગ લીંબુ નો રસ

બનાવવાની રીત

સૌ પ્રથમ મરચાં ને તેના ડીંટીયા સહિત જ ધોઈ ને કોરા કરી લો. પછી આ બધા મરચાં માં વચ્ચે થી ઉભો કાપો મૂકી તૈયાર કરી લો.

હવે રાઈના કુરિયા અને મેથી ના કુરિયા ને મિક્સર જાર માં અધકચરા વાટી લો. જેથી ખાવા ના ટાઈમે કુરિયા નો અતિ ટેસ્ટ ના આવે અને આ કુરિયા મરચાં માં બરાબર મિક્સ થઈ જાય

અથાણું

પછી એક કાચની બરણીમાં લીલાં મરચાં, મીઠું, એક ટેબલસ્પૂન સરસવનું તેલ નાખીને બરાબર મિક્ષ કરી લો.

હવે આ બરણીને ઢાંકીને 3 થી 4 દિવસ સુધી રાખો 4 દિવસ પછી એક પેનમાં બે ચમચી સરસવનું તેલ નાખીને ગરમ કરો.

તેમાં હિંગ, સરસવ, કાળી સરસવ, મેથીના દાણા, હળદર અને લાલ મરચું પાવડર નાખીને 5 થી 7 મિનિટ સુધી સાંતળો.

આ તડકાને અથાણાંમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તમારું અથાણું સંપૂર્ણપણે તૈયાર છે. તમે તેને ફ્રીઝરમાં રાખી શકો છો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.