તા. ૨૧ જૂન વિશ્ર્વ યોગ દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં યોગ દિવસની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવનાર છે. યોગ દિવસમાં સહભાગી થનાર શાળા-કોલેજના વિધાર્થીઓ સહિત તમામ લોકો માટે હાલ તાલીમ શરૂ કરવામાં આવી છે.
વેરાવળ ખાતે આદિત્યા બિરલા સ્કુલનાં બાળકો નિયમીત પણે યોગ દિવસની ઉજવણી માટે પ્રેકટીશ કરી રહ્યા છે. પ્રાંચી સરસ્વતી હાઈસ્કુલ સહિત ઉના, કોડીનાર, તાલાળા, સુત્રાપાડા સહિતના તાલુકા મથકે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં યોગ દિવસની ઉજવણીની તૈયારીઓ પુરજોશમાં કાર્યરત હોવાનુ જિલ્લા રમતગમત અધિકારીશ્રી જોષીએ જણાવ્યું છે.
ભગવાન સોમનાથ દાદાના સાનીધ્યે જિલ્લાકક્ષાની ઉજવણી થશે. ઉપરાંત નગરપાલીકા વિસ્તારોમાં જાહેર સ્થળોએ તેમજ તમામ શાળા-કોલેજોમાં યોગ દિવસની ઉજવણી થનાર છે જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશનાં માર્ગદર્શન તળે સમગ્ર ઉજવણી થનાર છે.