હાલ ચાલી રહેલા આ કોરોનાની મહામારી વચ્ચે તેનાથી લડવા અને તેની સામે જીતવા દરેક કોઈ નવા અને ખાસ ઉપાયો અપનાવી રહ્યા છે. ત્યારે હવે તો લોકડાઉન ધીરે-ધીરે ખુલવા માંડ્યુ છે. તો દરેકની જિંદગી હવે ફરી પાટે ચડવા માંડી છે. ત્યારે હવે દરેકે આહારમાં ખાસ બદલાવ લેવા પડશે જેનાથી તે તંદુરસ્ત રહી શકે. ત્યારે આહારમાં તો ખાસ બદલાવ કરવાથી તે અવશ્ય તંદુરસ્ત રહી શકે છે. ત્યારે કોરોના તે દરેકની રોગપ્રતિકારક શક્તિને નબળી કરી તેના પર અસર કરી શકે છે. તો અમુક એવા જ્યુસ જે બનવા ખૂબ સરળ છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે.
ફુદીના કોથમીરનું પાણી
આ બંને સામગ્રી તે ઘરે ખૂબ સરળ રીતે મળી જશે. તેનાથી ત્વચા અને સ્વાસ્થ્યને થશે ખાસ લાભ તો હવેથી ઘરે ગરમીમાં બનાવો આ પીણું આ રીતે અને તમારી રોગપ્રતિકારક વધારો.
આ પીણું બનાવવા માટે સામગ્રી :-
- ૮-૧૦ કોથમીરના પાન
- ૮-૧૦ ફુદીનાના પાન
- ૧ ચમચી લીંબુનો રસ
- ૧ ગ્લાસ પાણી
- ૪-૫ બરફના ટુકડા
આ પીણું બનાવવાની રીત :-
- સૌ પ્રથમ આ બંને પાનને લઈ તેને મિક્ષરમાં નાખો તેમાં લીંબુનો રસ અને પાણી ઉમેરો.
- આટલું થયા એક ગ્લાસમાં બરફના ટુકડા નાખો અને આ જ્યુસને તેમાં ઉમેરી સર્વ કરો.
- તો તૈયાર છે રોગપ્રતિકારક શક્તિ વધારતું એક ટોનિક.
તો હવે આજથી ઘરે બનાવો આ ટોનિક જે તમારા સ્વાસ્થ્ય અને ત્વચાને આપશે વિશેષ લાભ.