વેસ્ટ ઈન્ડિઝ વિરુધ્ધની ટી-૨૦ અને વન-ડે સીરીઝ માટે ગઈકાલે પસંદગીકારોએ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી હતી. જેમાં આગામી ટી-૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી ટેસ્ટના મોખરાના બોલર મહમદ સામી તથા વિકેટ ટેકર ભુવનેશ્વર કુમારની પસંદગી થઈ છે. ઓલરાઉન્ડર શિવમ દુબેને પણ વન-ડેમાં સ્થાન મળ્યું છે.
બાંગ્લાદેશ બાદ ટીમ ઈન્ડિયા ઘર આંગણે વધુ એક સીરીઝ માટે તૈયાર થઈ ચૂકી છે. ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરશે. ટીમ વેસ્ટ ઈન્ડિઝ આગામી તા.૬ ડિસેમ્બરથી ભારતના પ્રવાસે આવશે. આ પ્રવાસમાં મોહમદ સામી અને ભુવનેશ્વર કુમારને ટી-૨૦ વર્લ્ડકપ માટે પ્રેક્ટિસ મળી રહેશે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. જેથી તેમનો સમાવેશ ટીમ ઈન્ડિયામાં કરાયો છે.
વેસ્ટ ઈડિઝ સામે રમાનારી મર્યાદિત ઓવર્સની શ્રેણી માટે ભારતીય ટી ૨૦ તથા વન-ડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી ફરીથી ટી ૨૦ ટીમમાં પાછો ફર્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છઠ્ઠી ડિસેમ્બરથી ત્રણ ટી૨૦ તથા ત્રણ વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે. કોહલીને ફરીી ટી૨૦ ટીમનું નેતૃત્વ સોંપાયું હતું. તેને બાંગ્લાદેશ સામેની ટી૨૦ શ્રેણીમાં આરામ અપાયો હતો. પસંદગી સમિતિની બેઠકમાં બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી તથા સુકાની વિરાટ કોહલીએ પણ હાજરી આપી હતી. કોહલી ઉપરાંત મોહમ્મદ શમી તથા ભુવનેશ્વર કુમારનું પણ ટી૨૦ ઈન્ટરનેશનલમાં પુનરાગમન થયું છે. ઓલ રાઉન્ડર શિવમ દુબેનો પ્રમ વખત વન-ડે ટીમમાં સમાવેશ કરાયો છે.
ભારતીય ટી-૨૦ ટીમ: વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર.
ભારતીય વન-ડે ટીમ: વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર.