ચાર્ટર્ડ ફલાઈટની સાથો સાથ હોટલની પસંદગી કરવાની પ્રક્રિયા ફ્રેન્ચાઈઝી ટીમો દ્વારા શરૂ કરાઈ: વિદેશી ખેલાડીઓ સીધા જ દુબઈ ખાતે આઈપીએલ રમવા પહોંચશે
આગામી સપ્ટેમ્બર માસમાં આઈ૫ીએલની ૧૩મી સીઝનનું આયોજન થવા જઈ રહ્યું છે. કોરોનાનાં કારણે આ ઈવેન્ટ મોડી ચાલુ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. બીસીસીઆઈએ આ વર્ષે આઈપીએલ દુબઈમાં રમાવવાનો નિર્ણય લીધેલો છે તે પૂર્વે આઈપીએલની ફ્રેન્ચાઈઝી ટીમ પોતાની તૈયારીઓને પણ શરૂ કરી દીધી છે જેમાં ચાર્ટડ પ્લેન, હોટલ સિલેકશન અંગે તમામ માહિતી પણ એકત્રિત કરવામાં આવી છે. હાલ બીસીસીઆઈ આઈસીસીનો આઈપીએલ રમાડવાનાં નિર્ણયને લઈ રાહ જોઈ રહી છે જે ગણતરીનાં જ દિવસોમાં કરવામાં આવશે ત્યારે બીજી તરફ ફ્રેન્ચાઈઝી ટીમ પણ તમામ પ્રકારનું આયોજનને લઈ પ્લાનીંગ કરી રહ્યું છે. ફ્રેન્ચાઈઝીનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આઈપીએલની ટીમો હાલ લોજીસ્ટીક સાથો સાથ તેમની ઈચ્છા મુજબની દુબઈમાં હોટલોનું પ્લાનીંગ પણ શરૂ કરી દીધેલું છે.
આઈપીએલ ફ્રેન્ચાઈઝીનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ તમામ મુદાઓને ગંભીરતાથી વિચારવામાં આવી રહ્યા છે અને તે અંગેનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ ઉડ્ડયન સેવાની સાથો સાથ ખેલાડીઓને યુએઈમાં જરૂરીયાત મુજબનાં કોરોન્ટાઈન પીરીયડમાં રહેવાનું પણ સુચવ્યું છે જે અંગેની ગાઈડલાઈન આઈપીએલની ફ્રેન્ચાઈઝી ટીમ અને જે-તે દેશ દ્વારા આપવામાં આવશે. જયારે ગત ફ્રેન્ચાઈઝી કે જે આઈપીએલ ચેમ્પીયન બની છે તેને પણ જણાવ્યું હતું કે, દુબઈ જતા પહેલા તમામ ટીમનાં ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝીનાં સભ્યોએ આઈસોલેશન પીરીયડમાં જવાનું રહેશે જેથી કોરોના અંગેની યોગ્ય તપાસ પણ કરી શકાય.
ટીમના સભ્યો દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, તમામ આઈપીએલ ટીમ માટે સૌથી ઉતમ હોય તો તે ચાર્ટડ ફલાઈટની સેવાઓ છે કારણકે એક ફ્રેન્ચાઈઝીમાં આશરે ૩૫ થી ૪૦ લોકો એક યુનિટ થકી પ્રવાસ ખેડતા હોય છે તે હાલનાં સમયમાં માત્ર ચાર્ટડ ફલાઈટ થકી જ શકય બની શકે છે. આઈપીએલની ઘણીખરી ટીમો ચાર્ટડ ફલાઈટ માટે વિચાર કરી રહી છે તો બીજી તરફ એ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે, ચાર્ટડ ફલાઈટનું આયોજન શકય ન થાય તો ફર્સ્ટ કલાસ ટ્રાવેલમાં પણ ટીમ પ્રવાસ કરી આઈપીએલ રમવા દુબઈ પહોંચશે. આઈપીએલમાં ભારતીય ખેલાડીઓની સાથો સાથ વિદેશી ખેલાડીઓ પણ ભાગ લેતા હોય છે જેથી તેઓને ભારત નહીં પરંતુ સીધુ જ તેમના વતનથી દુબઈ પહોંચવા માટેની પણ ગાઈડલાઈન હાલ તૈયાર કરવામાં આવી રહી છે જેમાં વિદેશી ખેલાડીઓએ કોરોન્ટાઈન થવાની પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડશે. આઈપીએલ દેશ માટે આર્થિક સઘ્ધરતા આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ત્યારે કોરોનાનાં સમયમાં જે આઈપીએલ રમાશે તે અલગ જ દિશામાં અને અલગ જ રંગરૂપ સાથે જોવા મળશે.