ત્રિનેત્રેશ્વર મહાદેવને પાળીયાદ જગ્યાના મહંત નિર્મળાબા દ્વારા બાવન ગજની ધજા ચડાવાશે: લોકડાયરો સહિતના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર

સૌરાષ્ટ્રમાં મેળાઓનું મહત્વ સૌથી વધારે હોય છે ત્યારે અગામી 18  થી લઇ 20 સપ્ટેમ્બર સુધી તંત્ર દ્વારા તરણેતર ખાતે ત્રીનેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં તરણેતરના મેળાનું આયોજન કરવાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે તરણેતરનો પ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત મેળો પૌરાણિક ભાતીગળ લોકમેળા તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ત્યારે દેશ વિદેશથી લોકો આ મેળાની મોજ માણવા માટે આવતા હોય છે અને ભાતીગળ લોકમેળા અને સંસ્કૃતિનો અનુભવ કરતા હોય છે.ત્યારે તરણેતર મંદિર એટલે કે ત્રીનેશ્વર દાદાને મેળા દરમિયાન ઋષિ પાંચમના દિવસે બાવન ગજની ધજા વર્ષોથી પાળીયાદ મહંત દ્વારા ચડાવવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ પાળીયાદ મહંત નિર્મળાબાના હસ્તે 52 ગજની ધજા ચડાવવામાં આવશે ત્યારે આ મામલે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવ્યું છે

ખાસ કરીને વિશ્વ જગવિખ્યાત મેળામાં આ ધજા નું અનેરુ મહત્વ રહેલું છે અને આ ધજા છેલ્લા અનેક વર્ષોથી સુરેન્દ્રનગર ખાતે આવેલો સોલંકી પરિવાર બનાવે છે.સોલંકી પરિવાર દ્વારા આ ધજા નું નિર્માણ કર્યા બાદ પાળીયાદ મહંતને આ ધજા અર્પણ કરવામાં આવે છે અને પાળીયાદ મહંત દ્વારા મેળો શરૂ થયા પહેલા આ ચડાવવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગરના સોલંકી પરિવાર દ્વારા 52 ગજની ધજા માત્ર 19 દિવસમાં બનાવવામાં આવી છે અનેક પ્રકારના કારીગરો આ ધજા બનાવવા માટે કામે લાગ્યા હતા અને આ ધજામાં આ વર્ષે થોડો ફેરફાર કરવામાં આવ્યો છે આબેહૂબ નંદિનીની પ્રતિમા ધજામાં કંડારળવામાં આવી છે એ પણ થ્રિડી પીકચર માં બનાવવામાં આવી છે. સુરેન્દ્રનગર ની દરજીની વાડી ખાતે આ ધજા દર્શન માટે  મુકવામાં આવી છે

પાળીયાદ મહંત શ્રી નિર્મળાબા હસ્તે ત્રીનેશ્વર દાદા ને આ ધજા ચડાવવામાં આવશે.તરણેતરના મેળાને લઈને પ્રશાસન વિભાગ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ખાસ કરી ટુરીઝમ તેમજ ગ્રામીણ ઓલમ્પિક પૌરાણિક રમતો પશુ મેળો પણ યોજવામાં આવશે આ ઉપરાંત અનેકવિધ કાર્યક્રમ લોક ડાયરાઓ સ્થાનિક લેવલના કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવવામાં આવશે ત્યારે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આ મેળામાં આયોજન કરવામાં આવવાનું છે ત્યારે આ તમામ પ્રકારના આયોજનને લઈ સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ વ્યસ્ત બન્યો છે ગ્રામ પંચાયત હસ્તક આમ તો આ મેળો યોજાય છે પરંતુ તેના મુખ્ય અધ્યક્ષ જિલ્લા કલેક્ટર હોય છે ત્યારે હાલમાં મેળાને લઈ અને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ભાતીગળ લોકમેળામાં આકર્ષણનું કેન્દ્ર બનશે 52 ગજની ધજા…

દેશ વિદેશથી પર્યટકો ભાતીગળ લોકમેળામાં આવતા હોય છે ત્યારે 18 મી સપ્ટેમ્બર થી લઇ 20 સપ્ટેમ્બર સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે પૌરાણિક આ લોકમેળામાં વિશ્વથી અનેક લોકો મેળાની મજા માણવા આવતા હોય છે ત્યારે 52 ગજની આ ધજા જે સમયે ચઢાવવામાં આવે છે ત્યારે લોકો આ ધજાના દર્શન કરવા માટે પડા પડી કરતા હોય છે 52 ગજની ધજા મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે ત્યારે દૂરથી નજર પડે તો મહાદેવજીના મંદિર ઉપર આ ધજા ફરકતી નજરે પડતી હોય છે ઉલ્લેખનીય છે કે છેલ્લા અનેક વર્ષથી પાળીયાદ મહંત નિર્મળાબાના હસ્તે આ ધજા ચડાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.