મુળી ધામમાં સ્વયં ઘનશ્યામમહારાજ દ્વારા સ્થાપવામાં આવેલ સ્વામી મંદિરના ર00 વર્ષની પુર્ણ હુતિએ સાત દિવસીય મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે સ્વયમ ઘનશ્યામ મહારાજ દ્વારા સ્થાપવામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 200 વર્ષ પૂર્ણ થતા ઉત્સવ ની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સ્વામિનારાયણ સંપ્રદાયના કુલ નવ મંદિરો ની સ્થાપના ઘનશ્યામ મહારાજ દ્વારા કરવામાં આવ્યું છે જે પૈકીનું બીજું મંદિર એટલે મૂળી સ્વામિનારાયણનું મંદિર ‘અબતક’ ની મુકાતે દેવપ્રકાશ સ્વામીએ મંદિરનો મહીમા અને મહોત્સવ અંગે જણાવ્યું હતું કે ખુદ ઘનશ્યામ મહારાજ દ્વારા રાધાકૃષ્ણ ની મૂર્તિ સ્થાપિત કરી અને પ્રાણ પ્રતિષ્ઠા મુળી સ્વામિનારાયણ મંદિર ખાતે 200 વર્ષ પહેલા કરવામાં આવી છે ત્યારે 200 વર્ષ પૂર્ણ થતાની સાથે મૂળી ઉત્સવ ની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
20 થી 26 જાન્યુ. મહોત્સવમાં 450 એન.આર.આઇ. પરીવારો હજારો હરિભકતો રહેશે ઉપસ્થિતિ
તારીખ 20 જાન્યુઆરીથી લઈ 26 જાન્યુઆરી સુધી આ મુળી ઉત્સવ યોજાવાનો છે. ત્યારે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો મૂળી ની પાવન ધરા ઉપર યોજવાના છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંદાજિત 450 થી વધુ ગછઈં પરિવારો પણ આ મુળી ઉત્સવમાં સામેલ થવાના છે. તેમને રહેવા જમવા તથા કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે અંદાજિત 500 એકર જમીન માં આ મહોત્સવ માટે ટ્રેન્ડ ઉભા કરવા માં આવ્યા છે.
અબતકની મુલાકાતમાં સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામીએ મહોત્સવની વિગતો અને મંદિરનો મહિમા જણાવ્યો
ત્યારે કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ પ્રકારે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જે સ્વામિનારાયણ મંદિર ઘનશ્યામ મહારાજ દ્વારા સ્થાપવામાં આવ્યું છે ત્યાં લેઝર શો તેમ જ હવેલી લોકોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી છે.હવેલીમાં પોતાની કામ અત્યંત અદભુત છે કે 200 વર્ષ પહેલા ની કારીગરીની અને કલાકૃતિની મૂળી ના પાદરમાં બેનમૂન કલા નો પુરાવો પૂરો પાડે છે. ત્યારે હાલમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે સાત દિવસના ઉત્સવમાં 10 લાખથી વધુ ભક્તો આવશે તેઓ અંદાજ પણ સંતો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. આ ત્યારે આ મામલે હરિપ્રકાશ દાસજી સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી તથા હરિભક્તો અને સંતો મહંતો દ્વારા ત્યારીઓ ને આખરી ઓપ આપવા માં આવી રહ્યો છે.