- રાષ્ટ્રકથામાં રાષ્ટ્રીય ચિંતકો, વૈજ્ઞાનિકો, લશ્કરી અધિકારીઓ, અર્થશાસ્ત્રી, ન્યાયવિદો, ખેડુત, હવામાન શાસ્ત્રી, કર્મશીલો, ખેલકુદ નિષ્ણાકો રાષ્ટ્ર સભર વકતવ્ય આપશે
- રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા આગામી તા. 28મી ડિસેમ્બરથી 5 મી જાન્યુઆરી સુધી 25મી રાષ્ટ્રકથા શિબીર યોજાનાર છે. જેમાં 28 રાજયોમાંથી 11 હજાર સહિત 15 હજાર જેટલા યુવક-
- યુવતીઓ જોડાશે તે માટેની તડામાર તૈયારીઓ થઇ રહી છે.
- વર્ષ 2002થી અવિરત પ્રતિવર્ષે અનોખી અને સમગ્ર રાષ્ટ્રમાં આ પ્રકારની એકમાત્ર રાષ્ટ્રની કથાના પ્રણેતા સ્વામી ધર્મબંધુજીએ રાષ્ટ્રકથાના ઉદ્દેશો વિશે
માહિતી આપતાં જણાવેલ કે, એકવેળાના ચક્રવર્તી રાજાઓથી શાસિત અને સોનેકી ચિડીયાથી ઓળખાતું આપણું રાષ્ટ્ર આજે પ્રાંતવાદ, જાતિવાદ, કોમવાદ ભાષાવાદ, આંતકવાદથી વિગેરે સમસ્યાઓથી ઘેરાયેલ છે. પ્રાચીનકાળમાં આપણી શૈક્ષણિક સંસ્થાઓ વિશ્ર્વ વિખ્યાત હતી જેમાં વિશ્ર્વભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા. સ્વાસ્થ્યથી માંડીને અર્થશાસ્ત્રમાં ભારત અગ્રેસર હતું. આવા ગૌરવશાળી વિરાસત ધરાવતા રાષ્ટ્રના ભાવિ નાગરિકોમાં જો રાષ્ટ્રીયતાનુંસિંચન કરવામાં આવે તો તે કોઇપણ કાર્ય કરે ત્યારે હંમેશા રાષ્ટ્રહિતને નજર સમક્ષ રાખીને જ કરશે. આવા ચિંતન આધારીત આ રાષ્ટ્રકથામાં પ્રતિદિન અત્રે વિવિધ ક્ષેત્રના રાષ્ટ્રીય ચિંતકો, વૈજ્ઞાનિકો, લશ્કરી વડાઓ, અર્થશાસ્ત્રીઓ, ન્યાયવિદો,રાજ્નીતિજ્ઞો, કેળવણીકારો, સ્પોર્ટસમેન, હવામાન શાસ્ત્રી, કૃષિકારો, ઉદ્યોગપતિઓ, સામાજિક કર્મશીલોના રાષ્ટ્રીયતાથી સભર પ્રેરક વકતવ્યો યોજાશે.
ભારતની આંતરિક સુરક્ષા, વિદેશ નીતિ, આર્થિક અને શિક્ષણ નીતિ વિશે વિશદ છણાવટ કરાશે. ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા મંગળયાન, ગગનયાન સહિતના અવકાશ વિજ્ઞાનની અદ્યતન જાણકારી આપવામાં આવશે. તજજ્ઞો દ્વારા સાયન્સ અને ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડિજીટલ ઇન્ડિયાની સાથે- સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફર્સ્ટ એઇડ, રોડ સેફટી રુલ્સ વિશે માહિતી અને જરૂરી તાલીમ આપવામાં આવશે.
અત્રે શિબીર દરમિયાન પ્રાંસલા મુકામે શિબીર સ્થળે ઇસરો ઉપરાંત ભુમિ દળ, નૌકા દળ અને તટરક્ષક દળ, બીએસએફ, સીઆરપીએફ, સી આઇ એસ એફ, આઇટીબીપી, એસએસબી, આરએએફ, એનડીઆરએફ, એનસીસી, હોમીભાભા સાયન્સ એન્ડ એજયુકેશન સેન્ટર, મુંબઇ, ભારત સરકારના હવામાન વિભાગ, ટીઆઇએફઆર, ભારત સરકારના ચુંટણી પંચ દ્વારા પ્રદર્શન યોજાય છે. જે નિહાળવાની સાથે- સાથે શિબીરાર્થીઓ અને પ્રવચન
સાંભળવા ઉમટતા અંતરિયાળ વિસ્તારના લોકો જે તે સંસ્થાના નિયુકત પ્રતિનિધીઓ પાસેથી માહિતી મેળવી શકે છે. શિબીરાર્થીઓ પણ પોતાના મૌલિક પ્રદર્શનો અત્રે રજુ કરતાં હોય છે.
શિબીરાર્થીઓને રહેવા માટે બેલાના ચણતર ધરાવતા વિશાળ પાકા 160 ડોમ બનાવાયા છે જેમાં એક ડોમમાં 100 જેટલા શિબીરાર્થીઓ રહી શકે છે. બહેનો અને ભાઇઓ માટે રહેવા, નાહવા અને જાજરૂની અલગ સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે વકતવ્ય આપવા આવતા મહાનુભાવો પણ એજ ભોજ્ન આરોગે છે જે શિબીરાર્થીઓ માટે બનાવવામાં આવે છે એટલે કે, ગુણવતાયુકત ભોજન હોય છે. સૈન્યના 600 જેટલા જવાનો જ સુરક્ષા વ્યવસ્થામાં હોય છે. આરોગ્યની સુવિધા પણ અત્રે રાખવામાં આવે છે.
શિબીરનો રોજીંદો નિત્યક્રમ :
શારિરીક પ્રશિક્ષણ :સવારે 5-00 થી 8.00 યોગ, જુડો, કરાટે , પ્રેરક પ્રવચન સત્ર : સવારે 9.00 થી 12.00 અને બપોરે 2 થી 5 રમત ગમત, રાયફલ ટ્રેનિંગ, પ્રદર્શન નિહાળવા, વિચાર ગોષ્ઠી : સાંજે 5.30 થી 7.00 રાત્રે 8.00 થી 10.00 વિવિધ રાજયોના શિબીરાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સવારે 8 થી 9 બ્રેકફાસ્ટ અને વિરામ, બપોરે 12 થી 2 લંચ અને વિરામ અને સાંજે 7.00 થી 8.00 રાત્રી ભોજન શિબીર સ્થળે નિયત પ્રફોર્મા અને આઠ દિવસની શિબીરની ટોકન ફી માત્ર રૂ. 150 જમા કરવાની રહેશે. શિબીરમાં જોડાવવા ઇરછુકોએ તા. 27મી ડિસેમ્બર સાંજ સુધીમાં પહોંચી જવાનું રહેશે અને તા.પાંચમી જાન્યુઆરી બપોરે બે વાગ્યા પછી વિદાય આપવામાં આવશે.
માહિતી માટે સ્વામી ધર્મબંધુજી – 9099900000, દિપકભાઇ (પ્રાંસલા)- મો. 9825218303 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
સુરક્ષા ક્ષેત્ર : ભારત સરકારના અધિક સંરક્ષણ સચિવ દિપ્તિ મોહન ચાવલા નૌકાદળના વડા એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠી પીવીએસએમ, એવીએસએમ, એનએમ ચીફ ઓફ સધર્ન કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ, એર ઓફિસર કમાન્ડિંગ – ઇન – ચીફ એર માર્શલ આશુતોષ દીક્ષિત, એવીએસએમ, વીએમ, વીએસએમ ભારતીય સેનાના માસ્ટર જનરલ ઓફ સસ્ટેનન્સ લેફ્ટનન્ટ જનરલ અમરદીપસિંહ ઔજલા, યુવાયએસએમ, એવીએસએમ, વીએસએમ, બોર્ડર સિકયુરીટી ફોર્સના ડીજી દલજીતસિંહ ચૌધરી, પીએસઆઇ આસામ રાઇફલ્સના લેફ્ટનન્ટ જનરલ વિકાસ લાખેરા એવીએસએમ, એસએમ, વડાપ્રધાન કાર્યાલયના સાયબર સુરક્ષાના પૂર્વ ડિરેકટર ગુલશન રાય વકતવ્ય આપશે.
વિજ્ઞાન ક્ષેત્ર:
અણુ આયોગના અધ્યક્ષ ડૉ. અજીતકુમાર મોહંતી ઈસરોના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથ ઇસરોના એસડીએસસી ના ડિરેકટર ડૉ. રાજરાજન, એલપીએસસી ના ડિરેકટર ડૉ. વી. નારાયણન તેમજ એચએસએફસી ના ડિરેકટર ડૉ. ડી. કે.સિંઘ સીએસઆઇઆરના ડિરેકટર ડૉ.એન કલાઈસેલ્વી સીસીએમબીના ડિરેકટર ડૉ. વિનય નંદીકુરી ડીઆરડીઓના ડિરેકટર ડૉ. ચંદ્રિકા કૌશિક વકતવ્ય આપશે.
ન્યાય ક્ષેત્ર :
સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સંદીપ મહેતા તેમજ જસ્ટિસ પ્રસન્ના બી વરાલે તેમજ કેરળ હાઈકોર્ટના જજ જસ્ટિસ એ. મુસ્તાક તેમજ જસ્ટિસ દેવન રામચંદ્રન મદ્રાસ હાઇકોર્ટના જજ જસ્ટિસ જી. આર. સ્વામીનાથન તેમજ જસ્ટિસ વી. શિવગ્નનમ ગૌહાટી હાઈકોર્ટના જજ જસ્ટિસ સુમન શ્યામ કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત તેમજ જસ્ટિસ એસ. જી. પંડિત વકતવ્ય આપશે.
રાષ્ટ્રકથા શિબીરમાં વિવિધ ક્ષેત્રના પ્રેરક વકતાઓ :
શિક્ષણ ક્ષેત્ર : યુપીએસસીના સભ્ય લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા એનઆઇઓના ડિરેકટર ડૉ. સુનિલકુમાર સિંઘ, આઇઆઇટી મદ્રાસના ડિરેકટર ડૉ. કામકોટી વીઝીનાથન, આઇઆઇએમ મુંબઇના ડિરેકટર પ્રો. મનોજ તિવારી વકતવ્ય આપશે.
નાણા તેમજ અન્ય ક્ષેત્ર
આઇએમએફના ડિરેકટર ડૉ. કે સુબ્રમણ્યમ ડિરેક્ટર અર્થશાસ્ત્રી ડૉ. નીલકંઠ મિશ્રા આઇડીએસસી ના ડિરેકટર અંબે. સુજન આર. ચિનોય વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતીના સભ્યો ડૉ. સંજીવ સાન્યાલ તેમજ ડૉ. શમિકા રવિ મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા ખાતેના મેનેજિંગ ડિરેક્ટર રિધમ દેસાઈ વકતવ્ય આપશે.