જસદણ શહેરમાં આગામી બુધવારથી ગણપતિ મહોત્સવને ઉજવવા માટે ભાવિકોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે આ અંગે વિવિઘ વિસ્તારોના
સ્વયંમસેવકો દ્રારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને ગણેશ મહોત્સવને લઈ જસદણ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયા અને જસદણ જીઆઇડીસી એસોસિએશન તેમજ જસદણ શહેર યુવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આ પાવન અવસરની સર્વે નગરજનોને શુભેચ્છા પાઠવી શુભકામના વ્યક્ત કરી હતી.
જસદણમાં આ વર્ષે આદમજીરોડ, મોતીચોક, આટકોરોડ, બજરંગનગર, લાતીપ્લોટ, ટાવરચોક, ગઢડીયારોડ, વીંછિયારોડ, વાજસુરપરા, ગંગાભુવન, જેવા અનેક વિસ્તારોમાં ગણપતિ મહોત્સવ યોજાશે જેમાં સુંદર સજાવટનું મેનેજમેન્ટ કરી કલરફૂલ લાઈટિંગ સુશોભન કરી ગણપતિ દાદાની બુધવારે સવારે વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવશે. આ અંગે ગણેશ ભક્તોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટ્યાં છે આ વર્ષે આયોજકો દ્વારા સત્યનારાયણ દેવની કથા, અન્નકોટ, બટુક ભોજન, જેવાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.