રાજકોટ ખાતે યોજાનારા સખી મેળામાં 100 સ્ટોકસમાં હેન્ડી ક્રાફટસની તથા સુશોભનની વસ્તુઓ
બહેનો આર્થિક રીતે પગભર થાય તેવા શુભાશયથી ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા.10 થી 16 જૂન દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાનમાં ‘સખી મેળો તેમ જ વંદે ગુજરાત પ્રદર્શન’ યોજાશે, જેની વહિવટી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
આ સખી મેળામાં કૂલ 100 સ્ટોલ છે, જે પૈકી 30 સ્ટોલ રાજ્યના વિવિધ જિલ્લાઓની વિશેષ ઓળખ ધરાવતી વસ્તુઓના હશે. રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રમાણિત આર્ટીઝન્સના 10 સ્ટોલ પર અવનવી વસ્તુઓ જોવા અને ખરીદવા મળશે. આ મેળામાં રમકડા, ભરત-ગુંથણ, ઝૂલા-તોરણ હેન્ડી ક્રાફ્ટની તમામ વસ્તુઓ, કચ્છી કામની વસ્તુઓ બાંધણી, માટી કામની વસ્તુઓ, પેપર રિસાયકલ કરીને બનાવેલા ઈકો-ફ્રેન્ડલીપર્સ, હેન્ડલુમ, હર્બલ પ્રોડક્ટસનો અવનવો ખજાનો રાજકોટની જનતાને જોવા મળશે, આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના રૂરલ ડેવલપમેન્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ બસીયાએ ‘સખી મેળો તેમ જ વંદે ગુજરાત પ્રદર્શન’ નો રાજકોટની જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કર્યો હતો.