આખું રાજકોટ-સૌરાષ્ટ્ર, છેક પુષ્કર-ચિત્રકૂટના હજારો સદ્ગુરૂ ભકતો તન્મય: કોરોનાલક્ષી અવરોધ અમંગળ એંધાણ: માનવસેવા અને દરિદ્રનારાયણ માટે વિવિધરૂપના દાનનો પ્રવાહ: ગૌશાળા માટે અને ગરીબો માટે અન્નક્ષેત્ર-ઘાસચારો; ધાર્મિક પરંપરામાં સંભવિત બેહુદા ચંચુપાતના ઘેરા પ્રત્યાઘાત: ૧૯૪૬માં શ્રી રામ મહાયજ્ઞની ફલશ્રુતિરૂપે રાજકોટ-સૌરાષ્ટ્રની ચઢતી કળાનું વરદાન આપનાર સદ્ગુરૂને સવિનય વંદનાના અવસરને રખે કોઈ અવરોધવાના અપશુકન કરે!

આખું રાજકોટ-સૌરાષ્ટ્ર, છેક પુષ્કર-ચિત્રકૂટના હજારો સદ્ગુરૂ ભકતો તન્મય: કોરોનાલક્ષી અવરોધ અમંગળ એંધાણ: માનવસેવા અને દરિદ્રનારાયણ માટે વિવિધરૂપના દાનનો પ્રવાહ: ગૌશાળા માટે અને ગરીબો માટે અન્નક્ષેત્ર-ઘાસચારો; ધાર્મિક પરંપરામાં સંભવિત બેહુદા ચંચુપાતના ઘેરા પ્રત્યાઘાત: ૧૯૪૬માં શ્રી રામ મહાયજ્ઞની ફલશ્રુતિરૂપે રાજકોટ-સૌરાષ્ટ્રની ચઢતી કળાનું વરદાન આપનાર સદ્ગુરૂને સવિનય વંદનાના અવસરને રખે કોઈ અવરોધવાના અપશુકન કરે!

આપણી મંદિર સંસ્કૃતિમાં ધર્માચાર્યો, ધર્મગૂરૂઓ અને અહર્નિશ વંદનીય ગૂરૂજનોનું અનોખું સ્થાન છે. ગુરૂ અને ગોવિંદ (પરમેશ્ર્વર) બંને સામા મળે તો પ્રથમ કોને પગે લાગવું એવા સવાલનો જવાબ આપણા શાસ્ત્રોએ ગૂરૂને પ્રથમ પગે લાગવાનું સૂચવ્યું છે, કારણ કે ‘ગોવિંદ’ની સાથે મિલાપ કરાવનાર તો ગૂરૂવર્ય હોય છે!… પ્રત્યેક વ્યકિત માટે તેની જીવનયાત્રા દરમ્યાન માર્ગદર્શન માટે ગૂરૂ અનિવાર્ય બની રહે છે…રખે આપણે ગૂરૂપૂર્ણિમા ઉજવણીના અવસરને અને તેમની પૂજા-અર્ચના કરવાના અવસરને ચૂકી જઈએ !

આપણો દેશ, આપણો સમાજ અને આપણી વર્તમાન પ્રજા બીજા વિશ્ર્વયુધ્ધમાં ખાનાખરાબી નહોતી નિહાળી અને કલ્પનામાં ન આવે એટલી ભયાનક બેહાલી નહોતી અનુભવી, એનાથી કયાંય વધુ મુશીબતો અને હાડમારીઓ અત્યારે સહન કરતા હોવાનું સહુ કોઈ જાણે છે.

કોરોના-મહામારીએ સત્તાધીશોને અને પ્રજાને ત્રાહિમામ્ પોકારાવી દીધા છે…

આપણો દેશ અને દેશવાસીઓ ધર્મપ્રધાન રહ્યા છે. મંદિર-સંસ્કૃતિ એની રગેરગમાં વણાઈ ચૂકી છે. ગુરૂજનોનું સ્થાન આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક ઢાંચામાં અત્યંત મહત્વનું અને ઉચ્ચસ્તરનું રહ્યું છે. એને લીધે ગૂરૂપૂર્ણિમાનો અવસર અસાધારણ મહત્વ ધરાવે છે…

સ્વાભાવિક રીતે જ ગૂરૂપૂર્ણિમાની પ્રણાલીગત ઉજવણીની પૂર્વ તૈયારી શરૂ થઈ ચૂકી છે. આખું રાજકોટ-સૌરાષ્ટ્ર-છેક ચિત્રકૂટ અને પુષ્કરના હજારો સદગુરૂ-ભકતો ગૂરૂપૂર્ણિમાની જાજરમાન ઉજવણીના રંગે રંગાઈ ચૂકયા છે.

ઠેર ઠેર ‘તું રંગાઈ જાને રંગમાં’ના નાદ ગુંજતા થયા છે. કહે છે કે, કોરોનાલક્ષી અવરોધનો હાઉ ઉભો કરીને તેને લગતા પૂજા, અર્ચના, ઉપાસના, આરાધના તેમજ ભજનધૂન વગેરેના વરદાનભીના આયોજનોમાં સદ્ગુરૂ ભકતોનો વિવિધ સ્વરૂપના દાનપૂણ્ય અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જે સ્વયંભૂ અનુદાનનો પ્રવાહ શરૂ થઈ જતો હોય છે તે પર ગતિમાં જ છે.

નેત્રયજ્ઞો દ્વારા સંખ્યાબંધ ગ્રામ્ય નરનારીઓ તેમજ શહેરી દર્દીઓનાં મોતિયાનાં ઓપરેશન અને એને લગતી નિ:શુલ્ક સારવાર, નિ:શુલ્ક નિવાસ, બ્રેકફ્રાસ્ટ, ભોજન તેમજ દુર્લભ દિવ્ય દ્રષ્ટિની નિષ્ણાંત તબીબો દ્વારા અખંડ સારવાર,સેવા, ચશ્મા, ટીપાં વગેરેની નિ:શુલ્ક સેવાઓ દરરોજના ધોરણે ચાલુ રહ્યા છે.

ગૌશાળામાં ગાયોના વિશિષ્ટ ખાનપાન તેમજ સેંકડો દરિદ્રનારાયણો માટે અન્નક્ષેત્રની સેવાઓ પણ ગતિમાં છે.

સૌરાષ્ટ્ર-ગુજરાત અને રાજકોટ ગૂરૂજનો પ્રત્યેના પૂજયભાવ અને આદરભાવ માટે જાણીતા છે.

રાજકોટમાં સદ્ગૂરૂ સદન-પૂ. રણછોડદાસજી મહારાજશ્રીએ એમના હૃદયની ભાવના વ્યકત કરીને વર્ષો પહેલા કહ્યું હતુકે, રાજકોટ મેરા હૃદય હૈ… રાજકોટકી ઓર રાજકોટવાસીઓકી ચઢતી કળા મેરા વરદાન હૈ….

આવી સ્થિતિગતિ વચ્ચે ધાર્મિક પરંપરામાં સંભવિત બેહુદો ચંચુપાત ઘેર પ્રત્યાઘાત લાવશે એ નિર્વિવાદ છે, એવો પ્રજાનો વર્તમાન મિજાજ છે.

આ બધામાં ગૂરૂપૂર્ણિમાના મહાત્મ્ય અને એની ઉજવણી તેમજ આપણા દેશના તમામ સામાજિક ધાર્મિક પર્વોને આપણી સંસ્કૃતિના એક મહત્વના ભાગ ગણરીને આપણે એને સ્વતંત્ર પણે તેમજ શ્રધ્ધા-આસ્થાપૂર્વક ઉજવવા દઈએ એમાં જ આપણા દેશની શોભા જળવાશે અને તે શુભ શુકન લેખાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.