- સદ્ભાવના વૃધ્ધાશ્રમનાં લાભાર્થે
- 12 વર્ષ પછી 23 નવેમ્બરેથી મોરારિબાપુની રામકથાનો લ્હાવો લેશે રાજકોટીયન્સ
- દરરોજ એક લાખ લોકો કથા શ્રવણ અને ભોજન-પ્રસાદનો લાભ લેશે
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની રામકથાનું રેસકોર્સ ગ્રાઉન્ડ, આયોજન કરવામાં આવ્યું છે.રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને શહેરોમાંથી વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે જેથી બધા લોકો લાભ લઇ શકે. વરિષ્ઠ નાગરીકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. પૂ. મોરારીબાપુની સમગ્રપણે 947મી રામકથા યોજાશે. પૂ. મોરારિબાપુ આજે પણ એવા જ જોશ સાથે રામાયણના પાઠ કરે છે અને ભારતીય સંસ્કૃતિનું સિંચન કરી રહ્યા છે.અત્યારે તો બાપુ ગુજરાત બહાર જ નહીં પરંતુ ભારત બહાર વિદેશોમાં પણ રામાયણના પાઠ કરે છે. રાજકોટમાં યોજાનાર રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે.કથામાં વિદેશથી પણ દસ હજાર રામકથા પ્રેમીઓ આવશે.
રામકથા આપણા જીવનમાં આધ્યાત્મિકતા, માનવતા, અને પ્રીતિનાં મૂલ્યોને સમજાવવાનું માધ્યમ છે. બાપુનું કથન સરળ ભાષામાં અને હૃદયસ્પર્શી હોય છે, જે દરેક વયના લોકો માટે સમજવું સરળ હોય છે. પૂ. મોરારી બાપુ રામકથામાં રામાયણ અને અન્ય ભારતીય ગ્રંથોનો ઉલ્લેખ કરીને જીવનનાં મહત્વના સિદ્ધાંતો પ્રેમ અને સહિષ્ણુતા, ધર્મ અને કર્તવ્ય, માનવતા અને એકતા, અહિંસા અને શાંતિની સમજણ આપે છે. રામકથા સમાજમાં શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રીતિની ભાવનાને પ્રોત્સાહિત કરે છે. રામકથામાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ જીવનની સમસ્યાઓનો સામનો કરવા અને માનવતાની સેવા માટે પ્રેરણા આપે છે.
ભજન,ભોજન અને સેવાની ત્રિવેણી સમુ ધામ નિર્માણ થવાનું છે.23 નવેમ્બરે તારીખે પોથીયાત્રા નીકળશે. સમગ્ર રામકથામાં રાજકોટ ધૂમાડાબંધ પ્રસાદ લે તેવી પણ આયોજકોની વિનમ્ર ભાવના છે. જેથી દેશ વિદેશનાં કરોડો લોકો આ કથા શ્રવણનું લાભ લઇ શકશે.સમગ્ર આયોજનને
સત્ય,પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર પૂ.મોરારી બાપુ રામચરિતમાનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠીકા લઈ રાજકોટમાં પધારી રહ્યા છે. રામકથાના આયોજિત પ્રેમયજ્ઞમાં પૂ.મોરારી બાપુના શ્રીમુખે રામકથાના શ્રવણનો લાભ બહોળી સંખ્યામાં લેવા સૌને જાહેર આમંત્રણ અપાયું છે.
પૂ.મોરારીબાપુએ સનાતન ધર્મનો યજ્ઞમાં પોતાની પૂર્ણ,પુણ્ય આહુતિ આપી છે.પૂ.બાપુ સારા વક્તા તો છે,પણ એટલા જ સારા શ્રોતા પણ છે.વિશ્વોત્તમ પ્રતિભાઓથી માંડીને લોકજીવનના તળિયાના માણસ સુધી સૌને સમાન ધારણાથી બાપુ સાંભળી શકે છે. કોઈ પણ કલાકાર, ગાયક, વ્યાખ્યાતાની પ્રસ્તુતિની કલાની ટોચની પળ બાપુ પકડી જાણે છે અને આગવી રીતે પોંખે – દાદ આપે. ક્યારેક ઝૂમી ઊઠતા દેખાય, ક્યારેક હાથ લંબાવીને વધાવતા હોય, તો ક્યારેક ખભો ઊંચકીને મોજનો ઉમળકો બાપુ બતાવતા હોય.રામકથા તો છેવટે રામકથા જ રહેવાની પણ રામાયણને કેન્દ્રમાં રાખીને બાપુએ તદ્દન અલગ-અલગ વિષયોને આવરી લેતી અનેક કથાઓ કરી છે. વૈશ્વિક રામકથાની વિશેષ વિગતો માટે મો.9664851738 પર સંપર્ક કરવો.
કથામાં વિવિધ કાર્યક્રમો
કથા દરમિયાન પર્યાવરણ જતન, જીવનમાં વૃક્ષોનું મહત્ત્વ અંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કથામાં જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃદ્ધાશ્રમનાં વૃદ્ધોની સેવા-ચાકરી,નવા પરિસરના નિર્માણ અને વૃક્ષારોપણ પ્રવૃતિના વિકાસ માટે વાપરવામાં આવશે. જે કોઈ કથામાં આવશે તેને તુલસી સહિતના રોપા અને ચકલીના માળા, બર્ડ ફીડરનો પ્રસાદ પણ આપવામાં આવશે. રાજકોટમાં મીની અયોધ્યા સર્જાશે. દેશ- વિદેશથી સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિ, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ, દાતાઓ, કાર્યકરો હાજર રહેશે. સમગ્રપણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ પ્રકારનું દિવ્ય આયોજન કરવાનો પ્રયાસ છે.
પૂ.મોરારિબાપુ રામકથાની વિશેષતા
કથામાં આવતા તમામ શ્રાવકો માટે ગાંઠીયા, ગુંદી, ખીચડી, શાક, સંભારો, રોટલી, કઢી જેવું એકસરખુ ભોજન-મહાપ્રસાદ પીરશાસે. રામકથામાં આવવા-જવા માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી સીટી બસ સેવા ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરાશે. વિદેશથી ખાસ રામકથા શ્રવણ કરવા માટે આવનાર લોકો માટે તેમજ આમંત્રિત મહેમાનો સહિતનાં 10,000 રામકથા પ્રેમીઓ માટે રહેવા, જમવાની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવાનો પ્રયાસ થશે. આયોજનનું ગ્રાન્ડ રીર્હસલ પણ થશે, રામકથાનાં તમામ સ્વયંસેવકોને ઓળખપત્ર અપાશે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે. 4000 થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે. ’થેલેસેમીયા મુકત સમાજ’ બની શકે તે માટે કથામાં
ઐતિહાસીક વ્યવસ્થા, પધારેલા તમામ કથા ભાવિકોને થેલેસેમીયા, રકતદાન અંગેની માહિતી અપાશે, મેગા રકતદાન કેમ્પ દરરોજ યોજાશે. સમગ્ર કથા મંડપને સીસીટીવી કેમેરા, હાઈ સીકયુરીટી, વિમા કવચ તથા ન્યુઝ ચેનલોમાં જીવંત પ્રસારણ કરાશે. એક જ સમયે, એકજ સ્થળે એક સાથે તમામ વર્ગ-સ્તરના આબાલ વૃધ્ધ, ગરીબ-તવંગર સૌ કથા શ્રાવકો માટે ’હરહીર’ નું આયોજન તમામ લોકોને મેસેજ, આમંત્રણ, માહિતી પહોંચે તેવા ઉમદા અને પવિત્ર આશયથી 25 કિલોમીટર લાંબી એવી ’ભવ્ય આમંત્રણ રેલી’નું આયોજન કરાશે. રામકથાનું કાર્યાલય ટૂંક સમયમાં શરૂ કરાશે જેમાં દરરોજ રાત્રે મીંટીગોનો ધમધમાટ, કાર્યોની વહેંચણી, માઈક્રો પ્લાનીંગ, પ્રચાર-પ્રસાર, સહિતનાં વિભાગો કાર્યરત બનશે. રામકથામાં વ્યસન મુક્તિ અભિયાન પણ થશે, હજારો લોકો વ્યસન મુક્ત બનશે.
300 કરોડનાં માતબર ખર્ચે સદ્ભાવના વૃધ્ધાશ્રમનું નવું પરિસર
રાજકોટમાં છેલ્લા 8 વર્ષોથી સદભાવના વૃદ્ધાશ્રમ ચાલે છે જેમાં નિ:સંતાન, નિરાધાર, બીમાર 600 વૃદ્ધો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઇ રહ્યા છે.જેમાં 200 વડીલો તો સાવ પથારીવશ છે, ડાઇપર પર છે.વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં લઈને રાજકોટના જામનગર રોડ પર રામપર ખાતે 11 માળના 7 નવા બિલ્ડિંગવાળા નવો વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યો છે. 30 એકરની જગ્યામાં આ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ,પુસ્તકાલય, કસરતના સાધનો, યોગા રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનીટી હોલ , બાગ બગીચા સહિતની તમામ સુવિધા પરિસરમાં જ મળી રહેશે. આ વૃદ્ધાશ્રમમાં 1400 રૂમ હશે. જેમાં દેશભરના 5000 પથારીવશ,
નિરાધાર વડીલોને આજીવન આશરો આપી શકાશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષારોપણ, જતનની પ્રવૃત્તિ પણ પૂરજોશમાં કરવામાં આવે છે. લોકોમાં વૃક્ષારોપણને લઈને જાગૃતિ આવે તે માટે પણ આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.