- ભગવાનને વિશેષ શ્રૃંગાર તેમજ મંદિરમાં રોશનીનો ઝગમગાટ
જન્માષ્ટમી ને માત્ર ગણતરી ના દિવસો બાકી, ઇસ્કોન મંદિર માં 26 ઓગસ્ટ ના જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી, 24 થી 30 ઓગસ્ટ છ દિવસીય જન્માષ્ટમી મહા મહોત્સવ ની તડામાર તૈયારીઓ શરૂ, છ દિવસ ભગવાન ભગવાન ને વિશેષ શ્રુંગાર તેમજ મંદિર ને વિવધ રંગી ફૂલો થી તેમજ મંડપ થી શણગારવામાં આવશે.*
જન્માષ્ટમીના તહેવારને હવે માત્ર ગણતરી ના દિવસો બાકી છે તેવામાં શહેરના કૃષ્ણ મંદિરોમાં અત્યારથી જન્માષ્ટમી માટે તડામાર તૈયારીઓ ચાલુ છે.
આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ પ્રમુખ શ્રી વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે આ વખતે સાતમથી અગિયારસ એટલે કે તારીખ 24 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ સુધી છ દિવસ માટે મંદિરમાં મહોત્સવ યોજવામાં આવશે. જેમાં જન્માષ્ટમીના દિવસે અંદાજિત ત્રણ લાખ જેટલાં દર્શનાર્થીઓ જ્યારે બાકીના ચાર દિવસોમાં રોજના 80,000 થી 1,00,000 (એંશી હજાર થી એક લાખ) જેટલા દર્શનાર્થીઓ મંદિરે દર્શન કરવા આવે એવું અનુમાન છે.
જન્માષ્ટમી માટેની તૈયારીઓ અમારા મંદિરમાં એક મહિના પહેલાથી જ શરૂ થઈ ચૂકી હતી મંદિરમાં સાફસફાઈ થઇ ચુકી છે અને દર્શનાર્થીઓ ને તકલીફ ના પડે એ હેતુ થી મંદિર ના પ્રાંગણ માં મંડપ પણ બાંધવામાં આવ્યા છે.
જન્માષ્ટમીના દિવસે કાર્યક્રમ અંગે પૂછતા પ્રભુજી જણાવે છે કે જન્માષ્ટમીના કાર્યક્રમની શરૂઆત સવારે 4:30 વાગ્યે મંગળા આરતી થશે ત્યારબાદ સવારે 9:30 વાગ્યે શ્રુંગાર દર્શન થશે. સવારે 10 વાગ્યે ભગવાનને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવશે અને 11 વાગ્યે શ્રી કૃષ્ણ લીલા ઉપર મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી પ્રવચન આપશે. રાત્રે 10 વાગ્યે ભગવાનનો અભિષેક શરૂ થશે અને રાત્રે બાર વાગ્યે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે જન્માષ્ટમીના દિવસ દરમિયાન પૂરો દિવસ ભગવાનના દર્શન અને મંદિરમાં સુમધુર કીર્તન ચાલુ રહેશે. મધુર કીર્તન લાભ મંદિરના પ્રાંગણમાં બેસેલા દર્શનાર્થીઓને મળે તે હેતુથી મંદિરના પ્રાંગણમાં તેમજ પાર્કિંગમાં પણ સ્પીકર લગાવવામાં આવેલા છે જેથી સમગ્ર વાતાવરણ દિવ્ય ભક્તિમય મધુર કીર્તન થી ગુંજી ઉઠશે. જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા માટે આવનાર સૌ દર્શનાર્થીઓ માટે શીરો પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે પુરા દિવસ દરમિયાન ચાલુ રહેશે.જયારે બાકી ના દિવસો માં પધારતા દર્શનાર્થીઓ માટે ખીચડી પ્રસાદ ની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે જે સાંજે 5 વાગ્યાં થી શરુ થશે.
માટે રાજકોટની ધર્મપ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતાને વિનંતી છે કે કૃપયા જન્માષ્ટમીના દિવસે તેમજ છ દિવસના મહા મહોત્સવ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના દર્શન નો લાભ લેવા તેમજ પ્રસાદનો લાભ લેવા માટે ઇસ્કોન મંદિરે અવશ્ય પધારો.
- કૃષ્ણ જન્મના વધામણા માટે રંગીલી નગરી નવોઢા જેવા શણગારથી થશે સજજ
- ગોકુલ મથુરા મંદીર, પુલઉપર હીંચકો દ્વારકાનગરી, ગોવર્ધન પર્વત સહિત અનેક સુશોભન આકર્ષણનું કેન્દ્ર
કૃષ્ણ નંદલાલાના વધામણા જન્માષ્ટમી કાનુડા ના જન્મદીવસ નિમિતે આ વર્ષે પણ રાજકોટના રૈયા રોડ રેલ્વે ફાટક પાસે જય દવારકાધીશ ગ્રુપ (કીરીટભાઈ મીર -9998550005) નેજા હેઠળ દવજા રોહણ ના કાર્યક્રમ, રીક્ષાઓમાં ઝંડી લગાડવાના કાર્યકમ, સોસાયટી વિસ્તારો મુખ્ય માર્ગો પર ઝંડી, સ્ટીકર લગાડવાના કાર્યક્રમ તેમજ રૈયા રોડ કૃષ્ણમય બની જાય એ માટે ગોકુલ મથુરા નું શાનદાર આયોજન સાથ તડામાર તૈયારી કરી રહયા છે. આ ઉપરાંત રેલ્વે ફાટક પાસે કૃષ્ણ ભગવાનની મોટી મૂર્તી તેમજ પુલ ઉપર હીંચકો પણ મૂકવાનું આયોજન છે. છઠ્ઠ નાં દિવસે સાંજે 5:00 વાગ્યે અગ્રણીઓ નાં હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. આ વર્ષે અનેરા આર્કષણ ના ભાગરૂપે પુલ ઉપર હીંચકો, કાનુડાનો જન્મ જેલમાં, તાળા તૂટતા હોય તેવુ
દ્ર્શ્ય, બકાસૂરનો વધ, હાથીનો વધ, મામા કંસનો વધ, 4-5 ગોવાળીયા, બલરામ સુદામા, રાધા વગેરે નાં તાદ્શ્ય મૂર્તીઓ, શિવલીંગ મૂર્તી દ્ર્શ્ય, રાધા-કૃષ્ણ ની ઝુંપડી, ગોકુલ મથુરા નું સુશોભન તેમજ જન્માષ્ટમી ની રાત્રે મટકી ફોડ નો કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે પણ કરવામાં આવશે. ભગવાન કૃષ્ણ તાં અલગ અલગ સ્વરૂપોને જીવંત સ્વરૂપ આપવા ના ભાગરૂપે કૃષ્ણ ભગવાના ના અલગ અલગ સ્વરૂપો ને રાખી એક અલગ જ પ્રકારના લતા સુશોભન કાર્યક્રમ નું કરવાનું આયોજન છે. જન્માષ્ટમી ની ઉજવણીમાં રૈયા રોડ રેલ્વે ફાટક પાસે લતાસુશોભન કાર્યકમ તથા ઝંડી લગાડવાના કાર્યક્રમો, તોરણો લગાડવાના કાર્યક્રમો તેમજ નંદલાલા અને કૃષ્ણ ભગવાનનાં સોહામણા ગીતોની ઝોરદાર રમઝટ ચાલુ રહે છે. આ સર્વે કાર્યક્રમને હજારો ભાવીકો તથા દર્શનાર્થીઓ દવારા દર વર્ષે વધાવવામાં આવે છે. આ દરેક કાર્યક્રમના આયોજન માટે કીરીટભાઈ મીર જય દવારકાધીશ ગ્રુપ તથા તેના ગ્રુપના સર્વે સભ્યો ની મહેનત જ લાજવાબદાર બની રહે છે.
કનૈયા સોશ્યલ ગ્રુપ દ્વારા ઇન્દિરા સર્કલે જન્માષ્ટમી મહોત્સવની તૈયારીઓનો ધમધમાટ
ઇન્દિરા સર્કલ પર કનૈયા સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 24/8 શનિવાર ના રોજ સાંજે 6:00 વાગ્યે પ્લોટ્સ ખુલ્લા મૂકવામાં આવશે. કનૈયા સોશ્યલ ગ્રુપ દ્વારા આ વખતે ખાસ ત્રિયુગીનારાયણ મંદિરની થીમ તૈયાર કરવામાં આવી છે, જે મંદિરમાં ભગવાન શિવ-પાર્વતીના વિવાહ થયા હતા અને તે સમયથી ત્યાં અખંડ ધૂણો જળહળે છે. ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણની ઝૂંપડી તથા આઠમના દિવસે ખાસ વ્હાલા કૃષ્ણના વધામણા,ઘોડીરાસ, રાસ-ગરબા તેમજ રાત્રે 12:00 કલાકે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમી મહોત્સવ દરમ્યાન તા. 24/8 થી 28/8 સુધી રોજ રાત્રે 9:00 થી 12:00 કલાક સુધી રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કનૈયા સોશ્યલ ગ્રુપ ઇન્દિરા સર્કલ દ્વારા પવિત્ર શ્રાવણ માસ તેમજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે દર્શનનો લાભ લેવા તમામ ભાવિ જનતાને ભાવ-ભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.