6જીના પ્રોજેકટ અંગે નિર્ધારિત સમય, અને બજેટ અંગે સરકારને ભલામણ કરાઈ !!!
ડિજિટલ ઇન્ડિયા ને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે ભારતમાં 5g સર્વિસ લોન્ચ થઈ ચૂકી છે તે વાતને સંતોષ માનવાને બદલે સરકારે હવે વિશ્વમાં ડિજિટલ ક્ષેત્રે અગ્રેસર થવા માટે 6જી ની પણ તૈયારી શરૂ કરી દીધી છે. દિલ્હી ની એક સંસ્થાએ સરકારને આ અંગે ભલામણ કરતા જણાવ્યું છે કે સરકાર 6જી મિશનને વધુ ગંભીરતાથી લે અને તેના માટે નિર્ધારિત સમય અને યોગ્ય બજેટની પણ ફાળવણી કરે ત્યારે એ વાત સાચી છે કે જો વિશ્વ ઉપર ડિજિટલ ક્ષેત્રે રાજ કરવું હોય તો સતત ટેકનોલોજીમાં એડવાન્સમેન્ટ લાવવું ખૂબ જ જરૂરી છે.
આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ સરકાર હવે 6જી મિશન માટે કમર કસી છે. આ કાર્ય માટે બજેટ, પૂરતો સમય, સ્થળ, વેબસાઈટ, લોગો, રિસર્ચ સહિતના દરેક પાસાઓ ઉપર જ્ઞાન કેન્દ્રિત કરી રહ્યું છે અને વધુને વધુ આ વ્યવસાય અને 6જી સર્વિસને પ્રાધાન્ય આપવા માટે સરકાર હાલ ગંભીરતાથી પણ વિચાર વિમર્શ કરી રહ્યું છે એટલું જ નહીં આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટેલિકોમિનેશન ડિપાર્ટમેન્ટ એ નવેમ્બર 2021 માં જ 6જી માટેની એક કમિટીની રચના કરી હતી જેમાં મંત્રાલય ડિપાર્ટમેન્ટની સાથોસાથ રીસર્ચ અને ડેવલોપમેન્ટ કરતી સંસ્થાઓ, એકેડેમિક બોડી, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર વિવિધ સંસ્થાઓને સાથે રાખવામાં આવી હતી અને ભારતમાં 6જી સર્વિસને કઈ રીતે અગ્રેસર બનાવી શકાય તે માટે રોડ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો હતો.
સરકાર સાથે સંલગ્ન સંસ્થાએ છ જેટલા ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે જેમાં ઉદ્યોગિક સંસ્થાઓની સાથોસાથ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરતી સંસ્થાઓ અને ઇનોવેટિવ સોલ્યુશન આપતી સંસ્થાઓને સહભાગી બનાવી છે. હાલ 5જી સર્વિસ ભારતમાં જે રીતે લોન્ચ થઈ છે તેવી જ રીતે 6જી સેવાને પણ ભારતમાં સહજતાથી લોન્ચ કરવામાં આવે તો નવાઈ નહીં અને તેના માટે સરકાર હાલ ગંભીરતાથી વિચાર કરી રહી છે. ભારત આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનીયન માં પણ 6જી અંગેની કામગીરી હાથ ધરી રહી છે અને તેને ઉપયોગી પણ બનાવવામાં આવી રહ્યું છે.